
ટ્વિટર એક મહિનામાં સતત બીજી વખત થયુ ડાઉન
વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરમાં આજે સવારે ખામી સર્જાઈ હતી, જેના કારણે ભારતમાં ટ્વિટરના ડેસ્કટોપ અને એપ યુઝર્સો પરેશાન થયા હતા. યૂઝર્સ સવારે 6 વાગ્યાથી ટ્વિટર વેબસાઇટ પર લૉગ ઇન કરી શકતા નથી. તેનાથી હજારો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વપરાશકર્તાઓને લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી હતી. વપરાશકર્તાઓ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના વેબને ઍક્સેસ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકોએ એવી ફરિયાદ કરી હતી કે તેમની ટ્વિટર નોટિફિકેશન પણ કામ કરી રહ્યું નથી.
અગાઉ પણ માઈક્રો બ્લોગિંગ સાઈટમાં સમસ્યા આવી હતી. જુલાઈમાં પણ ટ્વિટરની સેવાઓ ઠપ થઈ હતી. તે સમયે ટ્વિટર એક્સેસ કરવામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં એક સપ્તાહની અંદર બે વખત ટ્વિટર ઠપ થયું હતું. ઘણા યુઝર્સને ટ્વિટરનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આમ આ વર્ષમાં પાંચમી વખત ટ્વિટર ડાઉન થયું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button