અકસ્માતમાં મુત્યુ થયેલા વ્યક્તિને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે

ઉત્તર પ્રદેશના મઉમાં એક જ પરિવારના 5 સભ્યો ઘરમાં આગ લાગવાથી મૃત્યુ પામ્યા છે. આ અકસ્માત કોપાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુર ગામમાં મંગળવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે થયો હતો. સૂત્ર દ્વારા, જાણવા મળી રહ્યું છે કે, સ્ટવમાં ખામીને લીધે ઝુંપડીમાં આગ લાગી હતી. જોકે તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ત્યાંના કલેક્ટરે જણાવ્યું કે, શાહપુર ગામમાંથી એક મકાનમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. ત્યાં સ્ટવને કારણે આગ લાગી હતી. બચાવ કામગીરી માટે ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માતમાં મુત્યુ થયેલા વ્યક્તિને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આગળની કાર્યવાહી હાલ શરુ છે.

મંગળવારે રાત્રે ત્યાંના ગ્રામજનોએ ઝૂંપડીમાંથી આગ નીકળતા જોઈ, તેઓ તેને ઠારવા તરત જ દોડ્યા હતા. પરંતુ અંદાજે 30 મિનિટ બાદ આગ નિયંત્રણમાં આવી હતી ત્યાં સુધીમાં આખો પરિવાર બળીને ખાખ થઈ ગયો હતો. સદર એસડીએમ, ઘોસીના સીઓ, કોપાગંજ એસઓ પણ દુર્ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તમામના મૃતદેહ બહાર કાઢ્યા હતા. કોપાગંજ એસઓ અનુસાર, અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. એડીજી ઝોન કહ્યું કે, ડીઆઈજી આઝમગઢ અને એસપી પોતે ઘટનાસ્થળે પણ પહોંચી ગયા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.