
રવિ તેજાની તેલુગુ ફિલ્મની રિમેકમાં કામ કરશે રણવીર
ઉપરાછાપરી નિષ્ફળ ફિલ્મોને લીધે નાસીપાસ થઈ ગયેલો રણવીર સિંહ એક સુનિશ્ચિત હિટ ફિલ્મની શોધમાં છે. આ માટે તેણે એક તેલુગુ સુપરહિટની રિમેક પર પસંદગી ઉતારી હોવાનું કહેવાય છે.
રણવીરની ગયાં વર્ષના અંતે આવેલી ‘૮૩’ ટિકિટબારી પર નિષ્ફળ ગઈ હતી. તે પછી આ વર્ષે આવેલી ‘જયેશભાઈ જોરદાર’ તથા ‘ સરકસ’ એ બંને ફિલ્મોનો ભારે ધબડકો થયો છે. તેને લીધે રણવીરની કારકિર્દી ડામાડોળ થઈ ગઈ છે. હવે તે એક એવી ફિલ્મની શોધમાં છે જેમાં સફળતાની ગેરન્ટી મળે.
આ માટે તેણે એક તેલુગુ રિમેક પર નજર દોડાવી છે. રવિ તેજાની ‘ક્રેક’ નામની તેલુગુ મૂવી ૨૦૨૧માં રજૂ થઈ હતી. તેમાં રવિ તેજા સાથે શ્રુતિ હસનની પણ ભૂમિકા હતી. આ ફિલ્મમાં એક ગેંગસ્ટર અને એક પોલીસ અધિકારીની લડાઈની વાર્તા છે.
મૂળ તેલુગુ ફિલ્મનું દિગ્દર્શન કરનારા ગોપીચંદ મલીનેનીને જ આ હિંદી વર્ઝનનું ડિરેક્શન સંભાળવા કહેવામાં આવ્યું છે.
રણવીર પાસે આવતાં વર્ષે રિલીઝ થનારી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ઉપરાતં સંજય લીલા ભણશાળીની ‘બૈજુ બાવરા’ આ બંને હાથ પર છે. જોકે, રણવીર એ ઝડપી મસાલા હિટ ફિલ્મની શોધ કરી રહ્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button