
ઉત્તરાખંડમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો
ગઈકાલે મોડી રાત્રે ઉત્તરાખંડના ઉત્તરકાશી અને નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં લગભગ 2:00 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા પણ ગયા મહિને પણ 6 નવેમ્બરે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન સહિત ત્રણ જિલ્લામાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8.30 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ઉત્તરકાશીથી 17 કિમી દૂર હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. આ ભૂકંપની અસર ભારત અને ચીનમાં જોવા મળી હતી. જોકે, કોઈ જાનમાલને નુકશાની થઇ નથી તેવા અહેવાલ મળ્યા છે.
નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, નેપાળના બાગલુંગ જિલ્લામાં મોડી રાત્રે 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. NEMRCએ ટ્વિટ કર્યું, 01:23 વાગ્યે બાગલુંગ જિલ્લાના અધિકારી ચૌરની આસપાસ 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
NEMRC નેપાળે ટ્વીટ કર્યું હતું કે, રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા ધરાવતો બીજો ભૂકંપ મોડી રાત્રે 2:00 વાગ્યે બાગલુંગ જિલ્લાના ખુંગાની આસપાસ આવ્યો હતો. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button