આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ક્વોરેન્ટાઈન નહીં કરવામાં આવે,ચીનનો મોટો નિર્ણય

ચીનમાં કોરોના સંક્રમણના લાખો કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સરકારે ઝીરો કોવિડ નીતિને વધુ હળવી કરી છે. ચીનની સરકારે વિદેશી પ્રવાસીઓને રાહત આપી છે. ચીને કહ્યું છે કે, 8 જાન્યુઆરીથી વિદેશી પ્રવાસીઓએ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે નહીં. ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં, વિદેશી પ્રવાસીઓ માટે ચીનમાં ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.

તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને મંજૂરી
આ સાથે ચીને તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે પરવાનગી પણ આપી દીધી છે. ત્રણ વર્ષ પહેલાની જેમ હવે તમામ દેશોના પ્રવાસીઓ ચીન આવી શકશે અને ત્યાં ફરશે. ચીન સરકારના આ નિર્ણયથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને પણ ફાયદો થવાની શક્યતા છે.

કારખાનાઓ, બજારો પણ ખુલી ગયા
ચીનની સરકારે ઓફિસો, ફેક્ટરીઓ અને બજારો પણ ખોલ્યા છે. સોમવારે રાજધાની બેઇજિંગ અને સૌથી મોટા શહેર શાંઘાઈની મેટ્રો ટ્રેનો ભરચક દોડતી જોવા મળી હતી. લોકો માસ્ક પહેરીને અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીને મુસાફરી કરતા અને વ્યવસાય કરતા જોવા મળ્યા હતા.

શૂન્ય કોવિડ પોલિસીમાં છૂટછાટ બાદ સંક્રમિતોમાં વધારો થયો છે
ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હળવી કરવામાં આવી ત્યારથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 7 ડિસેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઝીરો કોવિડ નીતિની જોગવાઈઓને હળવી કરવાની જાહેરાત કરી. આ પછી, ચીનમાં કોરોનાવાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધવા લાગી. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં આ દિવસોમાં કરોડો કોરોના સંક્રમિત લોકો સામે આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. સરકારે દૈનિક કોવિડ સંક્રમિત થનાર લોકોના આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.