એક વાત લોકોની સમજમાં ક્યારેય નથી આવી

ફિલ્મોના અભિનેતા કે અભિનેત્રી એવું તે શું કામ કરે છે કે એમને એક ફિલ્મ શૂટ કરવાના 50 કે 100 કરોડ રૂપિયા મળે છે…?

થોડા દિવસો પહેલા એક અભિનેતાના મૃત્યુ પછી આવી ચર્ચાઓ ખૂબ ચગી હતી કે એન્જીયરિંગના ટોપર છોકરા કે છોકરીઓ આગળ ભણવાના બદલે ફિલ્મી ક્ષેત્રનું ચયન કેમ કરે છે ?

જે દેશમાં શીર્ષસ્થ વૈજ્ઞાનિકો, ડોકટરો, એન્જિનિયરો વગેરે લોકો પ્રતિવર્ષ 10 લાખ કે 20 લાખ રૂપિયા કમાય છે, જે દેશના રાષ્ટ્રપતિ વર્ષે 1 કરોડથી ઓછું કમાય છે, તે દેશના ફિલ્મી અદાકારો પ્રતીવર્ષ 10 થી 100 કરોડ કમાય છે

ભલે કમાય, પણ એ લોકો એવું શુ કામ કરે છે ? આ સવાલ તો ઉઠે જ ને અને દેશના વિકાસમાં તેનું યોગદાન શુ છે ? એ બીજો સવાલ!!

મોટા ગજાના વૈજ્ઞાનિકોને 100 કરોડ રૂપિયા કમાવા માટે પુરી જિંદગી લાગી જાય અને આ લોકો એક વર્ષમાં આટલા રૂપિયા કમાય છે

પ્રશ્ન તો ઉઠશે જ…

આજ જે ત્રણ ક્ષેત્રોએ દેશની નવી પેઢીને મોહિત કરી દીધી છે તે છે, સિનેમા, ક્રિકેટ અને રાજકારણ

આ ત્રણ ક્ષેત્રથી સંબંધિત લોકોની કમાણી અને પ્રતિષ્ઠા બધુંજ હદબાર છે, આ ત્રણ ક્ષેત્ર આજના આધુનિક યુવાનોના આદર્શ છે, હકીકતમાં વર્તમાનમાં એની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉભા થાય છે

જ્યારે જે વસ્તુ મોંઘી હોય, અવિશ્વનિય હોય, અપ્રાસંગિક હોય તો તે દેશ અને સમાજ માટે હાનિકારક અથવા આત્મઘાતી છે. આજના કોઈપણ એજ્યુકેટેડ યુવક કે યુવતી આ ક્ષેત્ર તરફ આકર્ષિતના થાય તો તો બિલકુલ અસ્વભાવિક વાત છે, બોલીવુડમાં ડ્રગસ ને વેશ્યાવૃત્તિ, ક્રિકેટમાં મેચફિક્સિંગ ને ઓનલાઈન જુગાર, રાજકારણમાં ગુંડાગીરી ને ભ્રષ્ટાચાર, આ બધાની પાછળ મુખ્યકારણ રૂપિયા જ છે અને આ રૂપિયા તેમના સુધી આપણે જ પહોંચાડીએ છીએ આ પણ મહામુર્ખતા જ છે

70-80 વર્ષ પહેલાં સુધી પ્રખ્યાત અભિનેતાઓને સામાન્ય વેતન મળતું હતું, 30-40 વર્ષ પહેલાં ક્રિકેટરોની કમાણી પણ કોઈ ખાસ નહોતી, 30-40 વર્ષ પહેલાં રાજનીતિ પણ આટલી ધનથી પાકેલી નહોતી, ધીમે ધીમે આપણે લૂંટાતા રહ્યા
અને તેઓ શોખથી ખુશીખુશી લૂંટતા રહ્યા

આપણે આ માફિયાઓની જાળમાં એવા ફસાયા છીએ કે આવનારી પેઢી અને દેશનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છીએ, 50 વર્ષ પહેલાં સુધી ફિલ્મો આટલી અશ્લીલ કે ફુહડ નહોતી બનતી
ક્રિકેટરો અને નેતાઓ આટલા અભિમાની નહોતા
આજે તો આ લોકો ભગવાન બની બેઠા છે, હવે જરૂરી એ છે કે આ બધાને માથા ઉપરથી ઉતારીને જમીન પર પછાડો જેથી કરીને એમને એની હેસિયતનું ભાન થાય

એક વખત વિયેતનામના રાષ્ટ્રપતિ હોં-ચી-મિંહ ભારત આવેલા તેમની મુલાકાત ભારતના મંત્રીઓ સાથે થઈ મિટિંગમાં તેણે મંત્રીઓને પૂછ્યું કે તમે બધા શું કરો છો ? આપણા મંત્રીઓ કહે “અમે બધા રાજનીતિ કરીએ છીએ..” મંત્રીઓના જવાબને તેઓ સમજી ન શક્યા એટલે બીજી વખત પૂછ્યું મારો મતલબ કે તમે બધા શુ વ્યવસાય કરો છો ? આપણાં મંત્રીઓ કહે “રાજનીતિ જ અમારો વ્યવસાય છે..”

હો-ચી-મિહ જરાક ખચકાયા ફરી બોલ્યાં કે કદાચ તમે મારો સવાલ નથી સમજી શક્યા રાજનીતિ તો હું પણ કરું છું પણ મારો વ્યવસાય ખેતી છે હું ખેડૂત છું મારી આજીવિકા ખેતી દ્વારા ચાલે છે
સવાર સાંજ ખેતી કરું છું દિવસના સમયે હું રાષ્ટ્રપતિ તરીકે ફરજ નિભાવુ છું, આપણાં ભારતીય પ્રતિનિધિ મંડળના લોકો નિરુત્તર બની ગયા, પછીના એક સર્વેક્ષણમાં ખબર પડી કે ભારતમાં 6 લાખથી વધારે લોકોની આજીવિકા રાજનીતિ કરવાથી ચાલે છે, આજે એ 6 લાખની સંખ્યા કરોડોમાં પહોંચી ગઈ છે

જ્યારે કોરોનાએ પુરા યુરોપને ભરડામાં લીધું હતું ત્યારે ડોકટરોને લગાતાર કેટલાય મહિના રજા મળી જ નહોતી અને આખું યુરોપ કોરોનામાં ભરાય ગયું હતું ત્યારે પોર્ટુગલના એક ડોક્ટરે ખિજાયને કીધું હતું કે તમે બધા ફૂટબોલર રોનાલ્ડો પાસે જાઓ
તમે કરોડો ડોલર ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોને આપો છો ત્યાં જાઓ એ તમને બચાવશે, અમારી પાસે સામાન્ય ફીસ આપીને આટલી મોટી અપેક્ષા કેમ રાખો છો ?

મારો સ્પષ્ટ મત છે કે જે દેશમાં યુવા વિદ્યાર્થીઓના આદર્શ વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણશાસ્ત્રીઓ વગેરે નથી અને રાજકારણી, ક્રિકેટરો અને અભિનેતા છે તેની પોતાની ઉન્નતિ કદાચ સંભવ છે પણ દેશની ઉન્નતિ અસંભવ છે

સામાજિક, બૌદ્ધિક, સાંસ્કૃતિક, રણનીતિક દ્રષ્ટિએ દેશ હંમેશા પછાત જ રહેશે, આવા દેશની અખંડતા અને એકતા હંમેશા ખતરામાં જ રહેશે, જે દેશમાં અનાવશ્યક અને અપ્રાસંગિક
ક્ષેત્રનું વર્ચસ્વ વધતું રહેશે તે દેશ દિવસે દિવસે કમજોર બનતો જ રહેશે, દેશમાં ભ્રષ્ટાચારીઓ દેશદ્રોહીઓની સંખ્યા વધતી જ રહેશે, પ્રમાણિક લોકો તો હાંસિયામાં ધકેલાય જશે, રાષ્ટ્રવાદી લોકોને જીવવું કઠિન થઈ જશે, જો કે બધા ક્ષેત્રોમાં કોઈ કોઈ સારા વ્યક્તિઓ પણ હોય છે અને એ બધા મારી નજરમાં સન્માનને પાત્ર છે

જરૂરી છે કે આપણે પ્રતિભાશાળી, ઈમાનદાર, કર્તવ્યનિષ્ઠ, સમાજસેવી, દેશ માટે કઈ પણ કરી છૂટવાની ભાવનાવાળા, જુજારું દેશભક્ત, રાષ્ટ્રવાદી વીર લોકોને આદર્શ બનાવવા જોઈએ, નાચવા ગાવાવાળા, ડ્રગિસ્ટ, લંપટ, ગુંડા, મવાલી, જાતિવાદી અને દુષ્ટ દેશદ્રોહીઓને જલીલ કરી સામાજિક, આર્થિક અને રાજનીતિક બોયકોટ કરવાની પ્રવૃત્તિ આપણે વિકસીત કરવી પડશે

આપણે આમ કરીએ તો ઠીક છે બાકી દેશની અધોગતિ નક્કી જ છે, તમે પોતે જ નક્કી કરો કે સલમાન, આમિર, સૈફ, શાહરુખ, અમિતાભ, ધર્મેન્દ્ર, હેમા, રેખા, કરિશ્મા, કરીના કે વિરાટ કોહલીઆ લોકોનો દેશના વિકાસમાં શુ યોગદાન અને સહયોગ છે ? આપણાં બાળકો આવા મૂર્ખાને આદર્શ બનાવી બેઠા છે જે પોતે જોકર છે

આવનારા સમયમાં મારા ભારત દેશને જોકરની જરૂરત બિલકુલ નથી, ડોકટરો, એન્જીનયરો, વૈજ્ઞાનિકો અને સંશોધકોની જરૂર પડશે, ભારત દેશનું ભવિષ્ય આંખ ખોલીને જાગે એવી આશા…

આજની વાસ્તવિક નગ્ન સત્યતા આપની સમક્ષ મૂકી છે, સ્વાભાવિક છે સંમત થવું ના થવું તેતો સૌની પોતપોતાની વિચારસરણીને આધિન છે…

પણ…વિચારવું તો રહ્યું જ…!!

સોર્સ: સોશિયલ મીડીયા

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.