
વિદ્યાર્થીઓને બિરદાવવા બદલ અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતી ભોરાસર શાળા
“રામસમાજ” મોકર તા. રાણાવાવ જિ. પોરબંદર ખાતે “અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ” મારફત વિદ્યાર્થીઓના વિકાસ અને નૈતિક મૂલ્યોનો વિકાસ હેતુથી વિવિધ હરીફાઈઓ રાખવામાં આવેલ હતી. વિવિધ વયજૂથના વિભાગોમાંથી નીચે મુજબના ભોરાસર સીમ શાળા રાણાવાવના વિદ્યાર્થીઓ વિજેતા થતા સંસ્થા અને શાળા વતી સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
- પ્રથમ: ધોરણ 6 થી 8 વકતૃત્વ સ્પર્ધા – ભુવા ઉર્વશી સુભાષભાઈ
- તૃતીય: ધોરણ 6 થી 8 વકતૃત્વ સ્પર્ધા – ટુકડીયા સ્વાતિ નીલેષભાઈ
- દ્વિતીય: ધોરણ 6 થી 8 નિબંધ લેખન – શીંગડીયા લિલાવંતી વીઠલભાઈ
- તૃતીય: ધોરણ 6 થી 8 નિબંધ લેખન – મોકરીયા શ્રુતિ રસિકભાઈ
વિદ્યાર્થીઓને બિરદાવવા બદલ સમગ્ર ભોરાસર સીમ શાળા રાણાવાવ વતી “અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ” નો હ્રદય પૂર્વક આભાર આ તકે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button