બોલિવુડ હમેશા લોકો માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યું છેઃ આશા પારેખ

બોલિવુડના કિંગ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ પહેવા જ ચર્ચામાં છે. ફિલ્મના બેશરમ રંગ ગીત પર શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લેતો. હકીકતમાં આ ગીતમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરી હતી. તેને જનતાથી શરૂ કરીને અનેક હિન્દુ સંગઠનોએ વાંધાજનક ગણાવી છે. હવે આ મુદ્દે બોલિવુડ પર દાયકાઓ સુધી રાજ કરનાર પીઢ અભિનેત્રી આશા પારેખે પણ જવાબ આપ્યો છે.

તેમણે મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આશા પારેખે પઠાણ ફિલ્મ બેશરમ ગીતમાં દીપિકાની બિકીની પર ઉભા થઈ રહેલા સવાલ પર કહ્યું હતું કે અહીંયા બિકીની પર હોબાળો નથી પરંતુ બિકીનીના ઓરેન્જ કલર પર હોબાળો થઈ રહ્યો છે. મને લાગે છે કે આપણું મગજ ધીરે ધીરે બંધ થઈ રહ્યું છે અને આપણે લોકો બદલાતા સમયની સાથે ખૂબ જ સંકુચિત વિચારોના થવા લાગ્યા છીએ. ફિલ્મ તો ફિલ્મ છે તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન કરવાનો છે.

આશા પારેખે કહ્યું હતું કે બોલિવુડ હમેશા લોકો માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે અને તે સમયાંતરે જોવા મળી રહ્યું છે. આપણે એક બાજુ પ્રોગ્રેસિવ હોવાની વાત કરીએ છીએ પરંતુ ત્યારે જ બિકીનીના રંગ પર વિવાદ ઉભો કરીને પોતાના વિચારોને પણ દર્શાવી દઈએ છીએ.

તમને જણાવી દઈએ કે હિન્દુ સંગઠનોની સાથે સાથે અનેક નેતાઓએ પણ બિકીનીને વાંધાજનક ગણાવી હતી. સૌથી પહેલા મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા નરોત્તમ મિશ્રાએ એકટ્રેસની બિકિની પર સવાલ ઉઠાવતા તેને વાંધાજનક ગણાવી હતી. તેમણે તેને ગંદી માનસિકતા ગણાવતા ગીતમાંથી સીનને હટાવવાની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે કિંગખાની પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મના સીન અને ગીત માટે હોબોળો થઈ રહ્યો છે. શાહરૂખ ખાને કોલકાતાના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વિવાદને અનુલક્ષીને કહ્યું હતું કે ટૂંક સમયમાં હવામાન બદલાવાનું છે તમે લોકો સીટ બેલ્ટ બાંધી લો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.