
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રી છોડવા માંગતો હતો અમિત સાધ
અમિત સાધે સુશાંત સિંહ રાજપૂત સાથે ‘કાઈ પો છે’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં બંનેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જોકે તેના ડેબ્યુના સાત વર્ષ બાદ સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધું. હવે અમિત સાધે સુશાંતના મૃત્યુ વિશે વાત કરી અને કહ્યું કે તેણે ઇન્ડસ્ટ્રી છોડવાનું મન બનાવી લીધું છે. સુશાંતના નિધનના સમાચાર સામે આવ્યા બાદ અભિનેતા સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો.
‘હું સુશાંતની માનસિકતા જાણતો હતો’ : અમિત સાધ
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અમિત સાધે જણાવ્યું હતું કે તેણે સુશાંત સાથે દોઢ વર્ષ સુધી ‘કાઈ પો છે’નું શૂટિંગ કર્યું હતું. જેમાં બંને ખૂબ સારા મિત્રો બની ગયા. જ્યારે 2020 માં સુશાંત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો. ત્યારે તે હચમચી ગયો. અમિત સાધે કહ્યું, ‘હું સુશાંતની માનસિકતા જાણતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તેના જીવનમાં ઘણો અંધકાર છે. જ્યારે આવું થાય છે, તેમાં વ્યક્તિનો દોષ નથી. પરંતુ સમાજનો દોષ છે. તેની આસપાસના લોકો તે ગંભીર બાબતને ઓળખી શક્યા ન હતા. તે વ્યક્તિ એટલો નિરાશ થઈ ગયો કે તેણે આત્મહત્યા કરી લીધી.
અમિત સાધે ચેતન ભગત સાથે પોડકાસ્ટ વાતચીત કરી છે
અમિત સાધ ચેતન ભગત સાથે પોડકાસ્ટમાં આ વિશે વાત કરે છે. અમિત સાધે એમ પણ કહ્યું કે તેને પણ ઘણી વખત આત્મહત્યાના વિચારો આવ્યા હતા પરંતુ હવે તે સ્વસ્થ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેમ છોડવા માંગતો છે ? તો તેના જવાબમાં કહ્યું કે, ‘હું ચિડાઈ ગયો હતો, આ ઈન્ડસ્ટ્રી અઘરી થઈ ગઈ છે.તેણે આગળ કહ્યું, ‘જે લોકો તે વ્યક્તિની આસપાસ હતા તે દોષિત છે, કારણ કે તે વ્યક્તિએ તે સમયે આશા ગુમાવી દીધી હશે. તે સમયે તેને કોઈ વાતની પડી નથી.
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત જૂન 2020માં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. અભિનેતાના મૃત્યુ બાદ ઘણો હોબાળો થયો હતો. આ કેસમાં હજી સુધી કોઈ ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. અમિત સાધના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે સરકાર 3, યારા, ગોલ્ડ, સુલતાન, સુપર 30 સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button