ચીનમાં ડરનું વાતાવરણ : કોરોનાના લીધે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની પડોશી દેશોમાં દોટ
ચીન કોરોનાની અત્યાર સુધીની સૌથી મોટી લહેરનો સામનો કરી રહ્યુ છે. અહીંની હોસ્પિટલોમ દર્દીઓ માટે જગ્યા વધી નથી. કબ્રસ્તાનની બહાર કારોની લાંબી લાઇન લાગી ગઈ છે. આ વાતાવરણને લોકોને ડરાવી દીધા છે. પરિસ્થિતિ એ છે કે લોકો દેશ છોડીને ભાગવા લાગ્યા છે. આ અંગેનો તાજો મામલો યુનાન પ્રાંતમાં જોવા મળ્યો. આ એવો પ્રાંત છે જેની સરહદ ત્રણ દેશોને સ્પર્શે છે. ઝીરો કોવિડ લાગુ થયા પછી આ પ્રાંતની સરહદી સુરક્ષા વધારે ચુસ્ત કરવામાં આવી છે.
ખાસ કરીને રુઇલી શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું કારણ એ છે કે આ શહેર મ્યાંમારની સરહદને સ્પર્શેલું છે.
સરહદ પાર કરનારાઓ માટે નજર રાખવા કેમેરા, એલાર્મ મોશન, મોશન સેન્સર અને ઇલેક્ટ્રિફાઇડ ફેન્સ લગાવવામાં આવ્યા છે.
૨૦૨૦માં ચીને પોતાને ત્યાં કોવિડના કેસો ખતમ કરવાની આડમાં પોતાની દક્ષિણી સરહદ નજીક એક ઇલેક્ટ્રિફાઇડ ફેન્સ વાડનું બાંધકામ શરૂ કરી દીધુ હતુ. આ વિસ્તાર લાઓસ, વિયેતનામ અને મ્યાંમાંરને અડેલો છે.
ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)એ પહેલા તેને એક અસ્થાયી ફેન્સિંગ કહી હતી, પરંતુ હવે અહીં સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયા પર ફેરફાર જોવા મળી રહ્યો છે. યુનાનનો પ્રાંત કવર કરવા માટે ચીનની સામ્યવાદી પાર્ટી ર્દ્વારા રચાયેલા સીમા રોગચાળા પ્રતિબંધક અને અંકુશ વિભાગે તાજેતરમાં બનાવેલી ફેન્સની સલામતી સુધારવામાં આગળ રહ્યુ છે. આ વાડ ૩૦૦૦ માઇલ સુધી બનાવવામાં આવી છે. ૨૦૨૧માં એક વિયેતનામી ટ્રાવેલ બ્લોગરે યુ ટયુબ પર વિડીયો પોસ્ટ કર્યો હતો. તેનાથી સ્પષ્ટ દેખાય છે કે ચીન-વિયેતનામ બોર્ડર વિસ્તારના ક્ષેત્રોને મોટાપાયે ફેન્સિંગથી કવર કરી રાખ્યા છે. ચીને આ ઉપરાંત દખરેખ માટે ચોકી પણ ચગાવી દીધી છે. તેના ઉપરાંત સર્વેલન્સ કેમેરા, અને સૌર પેનલો પણ લગાવી રાખી છે.
ચીને દક્ષિણ ચીનના સરહદી વિસ્તારોમાં કેટલાય વર્ષોમાં સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવ્યા છે. આ ઉપરાંત ચીને સરહદ વટાવવાનો પ્રયત્ન કરનારાઓને પકડવા માટે સરહદ પેટ્રોલ એજન્ટ ગોઠવ્યા છે. તે સરહદને પેલે પાર જવા માંગતા લોકોને પકડાવીને તેમને જાહેરમાં શરમિંદા કરે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button