USના મિતેષ દવેએ કહ્યું, પ્રમુખ સ્વામી મને જ્યારે મળતા ત્યારે કરાટેની એક્શન કરતાં
અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીં દેશ-વિદેશના હરિભક્તો પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે USના કેલિફોર્નિયામાં Meta કંપનીમાં ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગ તરીકે જોબ કરતાં મિતેષ દવે અને તેમના ભાઈ હરિકૃષ્ણ દવે પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લીધી હતી. મિતેષ દવેએ ગુજરાતી જાગરણ સાથેની ખાસ વાતચીતમાં પ્રમુખ સ્વામી સાથે જોડાયેલી યાદો વાગોળી હતી.
”પ્રમુખ સ્વામી મને જ્યારે મળતા ત્યારે કરાટેની એક્શન કરતાં”
કેલિફોર્નિયાના રહેવાસી મિતેષ દવેએ જણાવ્યું કે, ”મારો જન્મ જ સતસંગી પરિવારમાં થયો છે. હું 8-10 વર્ષનો હતો ત્યારે કરાટે શીખતો હતો. આ દરમિયાન મને પ્રમુખ સ્વામી સામે શૉ કરવાની ઓપર્ચુનિટી મળી હતી. આ વાતને વર્ષોના વર્ષ વિતી ગયા હતા પણ પ્રમુખ સ્વામી મને જ્યારે મળતા ત્યારે કરાટેની એક્શન કરતાં. આમ આ મારી જૂનામાં જૂની મેમેરી છે.”
”બે-ત્રણવાર હાથ ડિસલોક્ડ થઈ ગયો હતો.”
મિતેષ દવેએ કહ્યું કે, ”હું 2001માં US જવાનો હતો તે વખતે પ્રમુખ સ્વામીના આશીર્વાદ લેવા ગયો હતો. એ વખતે પ્રમુખ સ્વામી બોચાસણમાં હતાં. તે વખતે મને શોલ્ડરની ખૂબ જ તકલીફ હતી. બે-ત્રણવાર હાથ ડિસલોક્ડ થઈ ગયો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે, સર્જરી કરવી પડશે. જો સર્જરી કરાવેત તો મારે 6-8 મહિનાની ફિઝિયોથેરાપી કરાવવી પડેત અને મારું US જવાનું ડિલે થાત.”
”પ્રમુખ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને 22 વર્ષથી હાથ ડિસલોક થયો નથી.”
વધુમાં મિતેષ દવેએ કહ્યું કે, ”એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજને આ વાત કહી. તેમણે મારા ખભા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે, તને કંઈ થશે નહીં અને આ વાતને 22 વર્ષ થયા અને અત્યાર સુધી મારો હાથ ડિસલોક્ડ થયો નથી.”
”મારું પર્સનલ સક્સેસ અને આધ્યાત્મિક સક્સેસ એ પ્રમુખ સ્વામીને લીધે જ છે.”
મિતેષ દવેએ કહ્યું કે, ”આ દરમિયાન બીજો એક પ્રસંગ થયો હતો. મેં પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે, હું અમેરિકા જવ છું તો મને એક નિયમ આપો. તેમણે મને કહ્યું કે, તું નોનવેજ ખાતો નહીં. મારો જન્મ વેજિટેરિયન ફેમિલીમાં થયો હતો એટલે મને વિચાર આવ્યો કે, મને કેમ આવું કહ્યું કે, નોનવેજ ના ખાતો. તે વખતે મેં પૂજ્ય નારાયણ ચરણ સ્વામીને કહ્યું કે, કેમ પ્રમુખ સ્વામીએ કહ્યું કે, તું નોનવેજ ના ખાતો. એટલે એમને મને કહ્યું કે, જો તું અમેરિકા જાય છે તો, બ્રેડ, કેક અને ચોકલેટ સહિતની વસ્તુમાં એગ આવી જાય તો ભૂલથી પણ આ એગ ખાતો નહીં. અત્યારે જોઈએ તો મારું પ્રોફેશનલ સક્સેસ, મારું પર્સનલ સક્સેસ અને આધ્યાત્મિક સક્સેસ એ પ્રમુખ સ્વામીને લીધે જ છે.”
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button