દહીં અને મૂળાનું સાથે સેવન આપે છે ઘણા ફાયદા
શું તમે ક્યારેય દહીં સાથે મૂળાનું સેવન કર્યું છે? અહીં જુઓ તેના ફાયદા અને તેનાથી થતાં નુકસાન.
સ્વાસ્થ્ય માટે મૂળાનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. શિયાળામાં મૂળાના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઘણી બીમારીઓમાં પણ ફાયદો મળે છે. પરંતુ આ જ મૂળાનું ખોટી રીતે સેવન કરવામાં આવે તો તે ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. મૂળાનું દહીં સાથે સેવન કરી શકાય કે નહીં, એ અંગે લોકો અલગ-અલગ મંતવ્યો આપતા હોય છે. વાસ્તવમાં દહીં અને મૂળા બંનેની તાસીર ઠંડી હોય છે. એટલે જ કેટલાક લોકો આ બંનેનું એકસાથે સેવન કરતાં અચકાય છે. દહીંમાં પણ ભરપૂર પોષકતત્વો હોય છે અને તે શરીર માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. પરંતુ હવે સવાલ એ છે કે, દહીં અને મૂળાનું એકસાથે સેવન કરી શકાય કે નહીં?
સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે, દહીં અને મૂળાને એકસાથે ખાવાથી શું થાય?
આમ તો દહીં અને મૂળાને એકસાથે ખાવાથી શરીરને કોઈ નુકસાન નથી થતું. પરંતુ તેનું યોગ્ય રીતે સેવન કરવું પણા જરૂરી છે. મૂળામાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ, મેગ્નેશિયમ અને ક્લોરીન હોય છે. તો દહીંમાં પણ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન B6 અને વિટામિન B12 જેવાં પોષકતત્વો હોય છે. દહીં અને મૂળાનું એકસાથે સેવન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે. આ બંનેનું એકસાથે સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. એટલે જ ઘણા લોકો દહીં અને મૂળાના રાયતાનું સેવન પણ કરે છે. આ ઉપરાંત તેનાથી પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ પણ દૂર થાય છે.
દહીં અને મૂળાનું એકસાથે સેવન કરવાથી મળશે 5 ફાયદા
- દહીં અને મૂળાનું એકસાથે સેવન કરવાથી શરદી-ખાંસી જેવી સમસ્યામાં બહુ રાહત મળે છે.
- મૂળામાં વિટામિન સી હોય છે અને દહીં સાથે તેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
- દહીં અને મૂળાના સેવનથી હાર્ટ સંબંધિત સમસ્યાઓનો ખતરો પણ ઓછો થાય છે.
- દહીં અને મૂળાના સેવનથી ડાયાબિટીઝના દર્દીઓને બહુ ફાયદો મળે છે.
- દહીં અને મૂળાનું સેવન કરવાથી પાચન તંત્ર બહુ મજબૂત બને છે.
- તમે દહીં અને મૂળાનું રાયતું બનાવીને તેનું સેવન કરી શકો છો. જોકે તેનું સેવન સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ. જો દહીં અને મૂળાનું વધારે પડતી માત્રામાં સેવન કરવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે.
(Image Courtesy: Freepik.com)
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button