આનંદ પંડિતે ‘દેશી બોયઝ’ની સિક્વલ અને ‘ઓમકારા’ની રિમેકની જાહેરાત કરી
ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતે એક મોટી જાહેરાત કરી છે. તમને વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ દેશી બોયઝ (Desi Boyz) તો યાદ જ હશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમની દેશી જોડીએ ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. હવે આ ફિલ્મનો બીજો ભાગ પણ આવવાનો છે.
દેશી બોયઝની સિક્વલ અને ઓમકારાની રિમેકની જાહેરાત
આનંદ પંડિતે ટ્વીટ કરીને ફેન્સ સાથે દેસી બોયઝની સિક્વલ અને ઓમકારાની રિમેક વિશે માહિતી શેર કરી છે. તેણે લખ્યું, “‘દેશી બોયઝ’ની સિક્વલ અને ‘ઓમકારા’ની રિમેકની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થઇ રહ્યો છે. ક્રેઝી એન્ટરટેઈનમેન્ટ માટે તૈયાર થઈ જાઓ.” આ પોસ્ટ પછી ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આનંદ પંડિતના આ ટ્વિટ પર યુઝર્સની રસપ્રદ પ્રતિક્રિયા આવી રહી છે.
વર્ષ 2006માં રિલીઝ થઈ હતી ઓમકારા
આ ફિલ્મ શેક્સપિયરના નાટક ઓથેલો પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ભારદ્વાજે કર્યું હતું. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર, સૈફ અલી ખાન, કોંકણા સેન, વિવેક ઓબેરોય અને બિપાશા બાસુ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ન માત્ર બોક્સ ઓફિસ પર હિટ રહી હતી, પરંતુ આ ફિલ્મને વિવેચકો તરફથી પણ જોરદાર પ્રશંસા મળી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને 54માં નેશનલ એવોર્ડમાં 3 એવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મ માટે સૈફ અલી ખાનને બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
વર્ષ 2011માં રિલીઝ થઈ હતી દેશી બોયઝ
દેસી બોયઝ રોહિત ધવન દ્વારા નિર્દેશિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ અને ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સંજય દત્તે કેમિયો પણ કર્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button