આગામી વર્લ્ડકપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં મોટાપાયે ફેરફાર થઈ શકે છે

ભારતીય ટીમમાં હાલ કેપ્ટનશીપને લઈને BCCIનુ કોક્ડું ગુચવાઈ ગયુ છે. ભારતીય ટીમના હલનો કેપ્ટન ઈજાથી પરેશાન છે અને તેની ફીટનેસ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. આગામી સમયમાં ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફાર થવાની સંભાવના સેવાઈ રહી છે. BCCI ભારતીટ ટીમમાં ત્રણ અલગ ફોરમેટ માટે ત્રણ અલગ કેપ્ટનની પણ પસંદગી કરી શકે છે. ભારતીય ટીમમા રેગ્યુલર કેપ્ટન માટે ઘણા નામની ચર્ચા થઈ રહી છે તેવામાં મોટાભાગના પુર્વ ક્રિકેટરો હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાની તરફેણમાં છે. ભારતીય ટીમનું પ્રદર્શન છેલ્લા ઘણા સમયથી સારુ રહ્યુ નથી ખાસ કરીને ICCની મેજર ટુર્નામેન્ટમાં સતત હાર મળી છે અને ભારતીય ટીમને ICC ટ્રોફી જીત્યા તેને ઘણો સમય થઈ ગયો છે. આગામી વર્ષમાં વનડે વર્લ્ડકપ યોજાવાનો છે અને આ માટે ભારતીય ટીમનું સુકાન કોણ કરશે તેનો નિર્ણય BCCI જલ્દી જ લઈ શકે છે.

BCCI હાર્દિક પડ્યા પર લઈ શકે છે નિર્ણય
હાર્દિક પંડ્યા IPL 2022થી ચર્ચામાં આવ્યો હતો. અગાઉ તે ઈજાથી પરેશાન હતો અને ટી20 વર્લ્ડ કપ 2021માં તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આ પછી, તેણે માત્ર શાનદાર પુનરાગમન કર્યું જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે IPLની પ્રથમ જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન પણ બનાવ્યું. આ પછી BCCIએ તેને અનેક અવસર પર ઈન્ટરનેશનલમાં કેપ્ટનશીપ આપી અને તે તેમાં સફળ પણ રહ્યો. ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આ પછી રોહિત શર્માની જગ્યાએ પંડ્યાને ટી-20 ટીમની કમાન સોંપવાની વાત થઈ હતી. પરંતુ બોર્ડ પંડ્યાને ટી-20 સિવાય ODI ટીમની કેપ્ટનશીપ આપવા અંગે પણ ચર્ચા કરી રહ્યું છે અને બોર્ડે પંડ્યા સાથે આ અંગે વાત કરી છે અને આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવી શકે છે. પંડ્યાને T20 સિવાય ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.