આ કારણોના લીધે થઈ શકે છે તમારી અરજી રદ

જો તમે પણ ક્રેડીટ કાર્ડ લેવા માંગતા હોવ તો તમારે તેના અમુક  નિયમો જાણવા જરૂરી બને છે. આમ તો ક્રેડીટ કાર્ડની તમારી અરજી રીજેક્ટ થવાના ઘણા કારણો છે જેમાં વય મર્યાદાથી લઈને સેલરી લીમીટ ઉપરાંત પણ બીજા કારણો સામેલ છે.

ક્રેડીટ કાર્ડ હોવાના ઘણા ફાયદા છે, ઘણી જગ્યાએ ક્રેડીટ કાર્ડ ખુબ ઉપયોગમ આવે છે, ક્રેડીટ કાર્ડ  આર્થિકરીતે મદદરૂપ થાય છે આથી તેની માંગમાં પણ વધારો થવા પામ્યો છે. . ક્રેડીટ કાર્ડ બેંક ઉપરાંત પણ અમુક ફાયનાન્સ કંપનીઓ આપે છે. જો તમે ક્રેડીટ કાર્ડ લેવા ઈચ્છતા હોય તો  તમે કોઈપણ બેન્ક કે ફાયનાન્સ કંપનીઓનો સંપર્ક કરી શકો છો. જયારે તમે ક્રેડીટ કાર્ડ માટે અપ્લાય કરો છો ત્યારે તમારી એપ્લીકેશનની ક્રેડીટ કાર્ડ કંપની દ્વારા ડીટેઇલમાં ચેક કરવામાં આવે છે. અમે તમારી એપ્લીકેશન અમુક કારણોને લીધે રદ થઈ શકે છે.

 

1. ક્રેડીટ રીપોર્ટમાં ભૂલ:
ક્રેડીટ કાર્ડ માટે અપ્લાય કરતાં પહેલા તમારા ક્રેડીટ રીપોર્ટની તપાસ કરવી જરૂરી છે. નામથી લઈને એકાઉન્ટ નંબર બધું યોગ્ય રીતે તપાસવું જોઈએ. તેમાં કોઈપણ પ્રકારની ગરબડ કે ફ્રોડ લાગવાની સ્થિતમાં તમારી કાર્ડ માટેની એપ્લીકેશન રદ થઈ શકે છે. તમે ચોરીના જોખમને ટાળવા માટે તમારા ક્રેડીટ રીપોર્ટને ફ્રીઝ કરી શકો છો. આ ઉપરાંત જો તમારો ક્રેડીટ સ્કોર નીચો જાય કે ખરાબ થાય તો પણ તમારી અરજી રીજેક્ટ થઈ શકે છે.

 

 

2. ક્રેડીટ કાર્ડની લીમીટ ઓછી રાખવી:
અમુક કંપનીના રુલ મુજબ નાની રકમ કે કોઈ ક્રેડીટ હિસ્ટ્રી નહિ હોવાથી પણ તમે ક્રેડીટ કાર્ડ માટે એલીજીબલ ગણાતા નથી. ક્રેડીટ સ્કોર જાળવી રાખવા માટે ઓછામાં ઓછું એક એક્ટીવ એકાઉન્ટ હોવું જરૂરી છે.

 

 

3. ઓછી આવક અથવા બેરોજગારી:
ક્રેડીટ કાર્ડ કંપનીઓ જેમની ઇન્કમ  તેમના રૂલ્સ મુજબ ઓછી હોય છે તેમની અરજી માન્ય રાખતી નથી. ઉપરાંત પણ જે લોકો પાસે આવકનું કોઈ સ્ત્રોત ન હોય તે લોકોની અરજી પણ રીજેક્ટ થાય છે.

 

 

4. સમય પર ચુકવણી ન કરવા પર:
જો તમને પહેલા કોઈ ક્રેડીટ કાર્ડ કે લોન લીધી હોય અને તેના EMI કે તેની ચુકવણી યોગ્ય સમય પર થયેલી ન હોય તો તેનાથી તમારા ક્રેડીટ સ્કોર પર નેગેટીવ અસર થાય છે અને આવા કેસમાં પણ ક્રેડીટ કાર્ડ કંપની અરજીને કેન્સલ કરી દે છે.

 

 

5. અગાઉથી લીધેલ  લોન વધારે હોય તો:
જો કોઈ વ્યક્તિએ પહેલથી જ કોઈ બેંક કે ફાયનાન્શિયલ કંપની પાસેથી લોન પેટે મોટી રકમ લીધેલી હોય તો પણ બેંક કે સંસ્થા તેવી વ્યક્તિને ક્રેડીટ કાર્ડ આપતા અચકાય છે જો કે જો તે લોનની ભરપાઈ સમયસર કરી દેવામાં આવે તો તેની અરજી માન્ય ગણવામાં આવે છે. પણ જો લોનની ચુકવણીમાં કોઈ તકલીફ જેવું લાગે તો બેંક કાર્ડની અરજી કાર્ડની અરજી રદ કરી દે છે.

 

 

6.વય મર્યાદા:
ક્રેડીટ કાર્ડ લેવા માટેની વય મર્યાદા પણ નક્કી કરવામ આવેલી છે. ક્રેડીટ કાર્ડની અરજી માટે આવેદકની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે, જો કોઈ આવેદક 18 વર્ષથી નાની ઉમરનું હોય તો તેના પેરેન્ટ્સની સંમતિથી તે કાર્ડ માટે અરજી કરી શકે છે.
7.નવું જ ખોલાવેલ એકાઉન્ટ:
એક સાથે ઘણી બધી જગ્યાએ ક્રેડીટ કાર્ડની એપ્લીકેશન કરી હોય તો પણ એપ્લીકેશન રીજેક્ટ થઈ શકે છે. આ ઉપરાંત પણ જો તમે કાર્ડ  માટે અપ્લાય કરવાના થોડા જ સમય પહેલા એકાઉન્ટ ખોલાવ્યું હોય તો તમારી બેંક હિસ્ટ્રી ખાસ ચેક કરવામાં આવે છે. ક્રેડીટ કાર્ડ માટે અરજી કરતા પહેલા બેંકમાં ઓછામાં ઓછા 6 મહિના પહેલા ખાતું ખોલાવેલું હોવું જરૂરી છે.

 

જો તમે પણ આટલા નિયમોનું ધ્યાન રાખશો તો તમારી પણ ક્રેડીટ કાર્ડની અરજી સહેલાઈથી અપ્રુવ થઈ જશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.