ચીનને લઈને ભારતમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી

ચીનમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સરકાર તરફથી લોકોને ભીડથી દૂર રહેવા અને માસ્ક પહેરવા માટેની સલાહ આપવામાં આવી છે. તેવામાં સંસદમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે ચીન અને જાપાના જેવાં દેશોમાં કોરોનાથી મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે અને ભારતમાં કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

કોરોના પર રાજકારણ નહીં
રાજ્યસભામાં કોરોના સ્થિતિ અંગે વધુમાં મનસુખ માંડવીયાએ કહ્યું કે અમે કોવિડ પર રાજકારણ નથી કર્યું. દેશભરના મોટા હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યાં છે અને તેનો ઉપયોગ પણ સતત થઈ રહ્યો છે. અમે દેશમાં પર્યાપ્ત માત્રામાં દવાઓ પર ઉપબલ્ધ કરાવી છે.

એરપોર્ટ પર સતર્કતા વધારી દીધી છે
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે અમે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી ભારત આવનારા લોકોની રેન્ડમ RTPCR તપાસ કરવાનું શરુ કરી દીધું છે. આપણે મહામારીનો સામનો કરવા સક્ષમ છીએ અને બનતા તમામ પગલા ભરી રહ્યા છે.

જીનોમ સીક્વેન્સિંગ વધારવાની સલાહ
કોરોનાની વૈશ્વિક સ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ અને તે હિસાબથી અમે યોગ્ય પગલા લઈ રહ્યા છીએ. રાજ્યોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોવિડ-19ના નવા વેરિયન્ટને સમય પર ઓળખી કાઢે અને જીનોમ-સીક્વેન્સિંગ વધારે.

સ્વાસ્થ્ય વિભાગ ખૂબ જ સક્રિય
કોવિડ-19 મહામારી મુદ્દે સ્વાસ્થ્ય વિભાગ ખૂબ જ સક્રિય છે. કેન્દ્ર સરકારે મહામારી વિરુદ્ધની લડાઈમાં રાજ્યોને નાણાકીય સહાયતા પ્રદાન કરી છે. અત્યાર સુધી 220 કરોડ કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.