વિશ્વની સૌથી મોટી ટેક કંપનીના પ્રોગ્રામ મેનેજરે લીધી મહિનાની રજા
અમદાવાદમાં ઉજવાઇ રહેલાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો હરિભક્તો ઉમટી રહ્યા છે. પ્રમુખ સ્વામીનગર બનાવવા માટે સંતો અને સેવકોએ દિવસ રાત મહેનત કરી હતી. ત્યારે વડોદરાના પુનિત ગૂગલમાં પ્રોગ્રામ મેનેજર તરીકે જોબ કરતાં હોવા છતાં અહીં IT વિભાગમાં દિવસના 10 કલાક સેવા આપી રહ્યા છે.મહત્ત્વનું છે કે, હજુ 30 દિવસ સુધી સેવારત રહેશે.
પુનિતભાઈએ ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ”મેં જોબમાંથી એક મહિનાની રજા લીધી છે અને છેલ્લાં 10 દિવસથી પ્રમુખ સ્વામી નગરમાં IT વિભાગમાં સેવા કરી રહ્યો છું. જેમાં PSM100 મોબાઇલ એપ્લિકેશનનું મેનેજમેન્ટ અમે કરીએ છીએ. સવારે 8થી સાંજના 8 વાગ્યા સુધી અમારી સેવા હોય છે.”
”પ્રમુખ સ્વામીએ આશીર્વાદ આપેલાં કે, તું સિંહની જેમ છાતી કાઢીને બોલે એમ છે”
પુનિતભાઈએ જણાવ્યું કે, ”હું નાનો હતો ત્યારથી જ BAPSના બાળમંડળનો સભ્ય હતો. એક વખત જ્યારે બીજા કે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે પ્રમુખ સ્વામીની વાતનો બોધ પાઠ કર્યો હતો. એ રજૂ કરવા માટે પ્રમુખ સ્વામી સમક્ષ જવાનું થયું હતું. તે વખતે મારામાં પબ્લિક સ્પિકિંગની સ્કિલ નહોતી. પરંતુ પ્રમુખ સ્વામીએ આશીર્વાદ આપેલાં કે, તું સિંહની જેમ છાતી કાઢીને બોલે એમ છે. એ પછી મારામાં પબ્લિક સ્પિકિંગની સ્કિલ આવી. આ પછી 10-15 હજાર ઓડિયન્સ સામે એ સ્પિચ મેં આપી હતી.”
”પ્રમુખ સ્વામી બધાને સમાન આદર ભાવ અને નમ્ર ભાવથી મળતાં હતાં”
પુનિતભાઈએ જણાવ્યું કે, ”પ્રમુખ સ્વામી મહારાજ ગુણોના મહાસાગર છે. એટલે એમનામાં અનંત ગુણો છે. તેમના બધા જ ગુણ એવા છે કે, આપણને ગમી જાય. પણ મને સૌથી વધુ ગમતો ગુણ એવો છે એ એમનું નિર્માણીપણુ. કારણ કે, આજે 50 દેશોમાં વ્યાપેલી BAPS સંસ્થાના પ્રમુખ છે. લાખો હરિભક્તો છે. હજારો મંદિરો અને સંતો છે. તેમ છતાં પણ તે ડાઉન ટુ અર્થ છે. એમને ક્યારેય કોઈપણ જાતનું અભિમાન નથી. અને હંમેશા નાનામાં નાનો ગરીબ માણસ હોય કે, ભારતના રાષ્ટ્રપતિ હોય બધાને સમાન આદર ભાવ અને નમ્ર ભાવથી તેઓ મળતાં હતાં. પ્રમુખ સ્વામીનો આ ગુણ મને સૌથી વધુ સ્પર્શી ગયો છે.”
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button