આવો વ્યવહાર તમારી ઉંમરમાં યોગ્ય નથી :અમિત શાહ
દેશમાં નશા અને ડ્રગ્સની તસ્કરી પર અંકુશ મુકવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી હોમ મિનિસ્ટર અમિત શાહે બુધવારે લોકસભામાં આપી. આ દરમિયાન તેઓ TMCના સાંસદ સૌગત રોય વારંવાર વચ્ચે બોલતા ગુસ્સે થઈ ગયા છે. તેમણે પહેલા તો સૌગત રોયને કહ્યું કે તેઓ શાંત રહે અને મારું ભાષણ સમાપ્ત થાય તે પછી જ વાત કરે. જે બાદ પણ સૌગત રોય સતત બોલતા રહ્યાં તો અમિત શાહનો ગુસ્સો વધી ગયો. તેઓ પોતાની સીટ પર જ બેસી ગયા અને કહ્યું દાદા પહેલાં તમે બોલી લો. એટલું જ નહીં તેમણે કહ્યું કે આ પ્રકારનો વ્યવહાર તમારી ઉંમર અને કદની દ્રષ્ટીએ યોગ્ય નથી.
આ પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ દરમિયાનગિરિ કરી અને સાંસદ સૌગત રોયને શાંત રહેવાનું જણાવ્યું. જે બાદ અમિત શાહ ફરી ઊભા થયા અને પોતાના ભાષણને આગળ વધાર્યું. સૌગત રોય TMCના વરિષ્ઠ સાંસદ છે અને મનમોહનસિંહ સરકારમાં તેઓ શહેરી વિકાસ રાજ્ય મંત્રી પણ રહી ચુક્યા છે. અમિત શાહના ભાષણ દરમિયાન તેઓ શું બોલતા હતા તે તો ખ્યાલ ન પડ્યો પરંતુ હોમ મિનિસ્ટર તેમના તરફથી આવેલા નિવેદનને લઈને નારાજ થઈ ગયા. અમિત શાહે અનેક વખત ચુપ રહેવાની સલાહ આપી તેમ છતાં તેઓ વચ્ચે વચ્ચે બોલતા જ રહ્યાં જે બાદ તેઓ બેસી ગયા અને કહ્યું કે દાદા પહેલા તમે જ બોલી લો.
અમિત શાહે કહ્યું કે નશા આપણા દેશની પેઢીઓને બરબાદ કરે છે. તેમણે કહ્યું કે નશાના વેપારથી થતી કમાણી આતંકવાદને પ્રોત્સાહન આપવામાં ઉપયોગ કરાય છે. તેથી નશા પર અંકુશ મુકીને એક સાથે બે મોરચે સફળતા મેળવી શકીએ છીએ. હોમ મિનિસ્ટરે કહ્યું કે તમામ પક્ષો વચ્ચે વારંવાર અનેક મુદ્દે મતભેદ રહે છે, પરંતુ આતંકવાદનો સામનો કરવા તમામ રાજ્યો કેન્દ્રની સાથે મળીને ચાલે છે. તેમણે કહ્યું કે આપણી સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં અનેક તમામ વ્યવસ્થાઓ કરી છે. સૌથી મોટા ફેરફાર એ કર્યા કે આપણે કોઈ પણ તપાસને અલગથી ન જોઈ શકીએ.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button