સુરતમાં પોલીસનું રાતે સરપ્રાઈઝ કોમ્બિંગ, 105 વાહનો ડીટેઈન, 11 સામે કાર્યવાહી

ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે સર પ્રાઈઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું. અલગ અલગ 3 ટીમો બનાવી 40 પોલીસ કર્મચારીઓએ સધન સરપ્રાઈઝ ચેકીગ કર્યું હતું.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ અલગ 3 ટીમો બનાવી 40 પોલીસ કર્મચારીઓએ સધન સરપ્રાઈઝ ચેકીગ કર્યું હતું પોલીસ દ્વારા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શાલીમાર ઝૂપડપટ્ટી તથા સાતવલ્લા ઝૂપડપટ્ટી ખાતે તપાસ કરવામાં આવી હતી

પોલીસે સરપ્રાઈઝ કોમ્બિંગ દરમ્યાન નબરપ્લેટ વગરમાં તથા ફોલ્ટી નબર પ્લેટ વાળા 105 વાહનો ડીટેઈન કર્યા હતા, ગેરકાયદેસરના રેમ્બો છરા, ચપ્પુ, ધોકા સાથે 11 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તડીપારનો ભંગ કરતા બે ઈસમોની અટકાયત કરાઈ હતી, તેમજ સીઆરપીસી કલમ 107,151 મુજબ 23 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, દારૂ પીધેલાના 10 કેસો કરવામાં આવ્યા હતા ઉપરાંત 6 હિસ્ટ્રીશીટર ચેક કરવામાં આવ્યા હતા તેમજ નાસ્તા ફરતા બે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ઈએફઆરઆઈ આધારે એક વાહનચોરીનો એક ગુનો પણ ડિટેકટ કર્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં ગુનાખોરી ડામવા સચિન જીઆઈડીસી વિસ્તારમાં અલગ અલગ નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.