ચીનમાં વધી રહેલા કોરોના કેસને લઈને ગુજરાત સરકાર એલર્ટ
ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રીવ્યુ કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તાર અને જિલ્લામાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
વિશ્વમાં ચીનમાં વધી રહેલા કોરોના કેસને લઈને ચિંતા ઉભી થઇ છે. કેન્દ્ર આરોગ્ય વિભાગ પણ રાજ્ય સરકાર સાથે વિડીઓ કોન્ફરન્સ મારફતે ચર્ચા કરી હતી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ રીવ્યુ બેઠક કરવામાં આવી હતી. જો કે, આગામી સમયમાં જી-20 સમિતિની 15 જેટલી બેઠક ગુજરાતમાં થશે. આ બેઠક દરમિયાન વિદેશના ડેલીગેશન ગુજરાતના મહેમાન બનશે. ત્યારે કોરોના સંક્રમણ ન વધે બે બાબતે પણ ચર્ચા થઈ હતી. જી-20 બાબતે આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ કહ્યું હતું કે, મુખ્યમંત્રી આજે મુખ્ય સચિવ લવલે જી-20 બાબતે ચર્ચા થતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને સમય અને સ્થિતિ પ્રમાણે જે સૂચના આપવામાં આવશે તે પ્રમાણે કામ કરીશું. જી-20 સમિતિની બેઠક ગુજરાતમાં યોજાશે પણ હાલ ઘણો સમય છે. જો કે, રાજ્યમાં કોરોના 20 કેસ જ એક્ટિવ છે. અને કોરોના નવા કેસમાં ઓમીક્રોન વેરિયન્ટ જોવા મળ્યો છે એટલે નવો વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળ્યો નથી જેથી કોઈ ચિંતા કરવા જેવી નથી.
કેન્દ્ર સરકારે પત્ર લખી રાજ્યોને જાણ કરી
કેન્દ્ર સરકાર દ્વારા એક કાગળ તમામ આરોગ્ય સચિવ અને લખવામાં આવ્યો છે જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશોમાં સંક્રમણ ફેલાયું છે અને કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે બાબતની કેન્દ્ર સરકારે તમામ રાજ્યના આરોગ્ય સચિવને પત્ર લખીને જીનોમ સિક્વન્સી બાબતનો ભાર મૂકવામાં આવ્યો છે. જે રાજ્યમાં જીનોમ સિકવન્સી ઓછુ કરવામાં આવી રહ્યું હોય તો તેની સંખ્યામાં વધારો કરવાની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. જીનોમ સિક્વન્સ બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
પ્રતિ દિવસ 8000 સેમ્પલ જીનોમ સિકવન્સ થઈ રહ્યું છે
ગુજરાત સરકારના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે તેમ છતાં પણ પ્રતિદિન 7000થી 8000 જેટલા સેમ્પલનું જિનોમ સિકવાન્સ કરવામાં આવી રહ્યું છે, હાલમાં પોઝિટિવ કેસો સિંગલ ડિજીટમાં આવી રહ્યા છે જ્યારે પ્રતિ માસ સરેરાશ 40 જેટલા જ છે. જ્યારે હાલમાં ગુજરાતમાં ફકત 20 કેસ જ એક્ટિવ છે અને હોસ્પિટલમાં એક પણ કોરોના અસરગ્રસ્ત દર્દી દાખલ નથી. તેમ છતાં પણ આગોતરા આયોજન મુજબ ગુજરાતમાં બેડની સંખ્યા, દવાનો પુરતો જથ્થો અને સ્ટાફની સંખ્યા બાબતે પણ આયોજન કરી લેવામાં આવ્યું છે.
રાજ્યના તમામ કોવિડ કેર સેન્ટર એલર્ટ રખાયા
કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી થઈ હતી ત્યારે કોવિડ કેર સેન્ટર અલગ અલગ શહેરના વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલએ જણાવ્યું હતું કે કોવિડ કેર સેન્ટર અત્યારે સ્ટેન્ડ બાય ઉપર મૂકવામાં આવ્યા છે, જ્યારે હાલની તારીખમાં એક પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત નથી, પરંતુ દિલ્હીથી જે સૂચના આવશે તે તમામ સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે પરંતુ વ્યવસ્થા તમામ કરવામાં આવી છે અને જે કોવિડ કેર સેન્ટર હતા તેને અત્યારે તાત્કાલિક ધોરણે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે 33 જિલ્લામાંથી એક પણ કોબીડ હોસ્પિટલમાં દર્દી દાખલ નથી જેથી હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ઉપરાંત મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન પાઇપ લાઇન, ઓક્સિજન પ્લાન્ટ દવાનો જથ્થોને એલર્ટ રાખ્યા છે.
રાજ્યમાં કોરોના 20 કેસ એક્ટિવ છે
રાજ્યમાં આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે 20 જેટલા કેસ એક્ટિવ છે. જેમાં 20 દર્દીઓ સ્ટેબલ માનવામાં આવી રહ્યા છે. ગઈ કાલે રાજ્યમાં કોરોના બે કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ 01, બનસકાંઠા 01 કેસ નોંધાયો હતો. રાજ્યમાં 20 પોઝિટિવ દર્દીમાંથી એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. ગઈ કાલે કુલ 3030 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button