એકરમાં હાઇટેક પાર્કિંગ વ્યવસ્થા, વાહન છતાં કોઈ ટ્રાફિકજામ નહીં,

અમદાવાદના એસ.પી રિંગ રોડ પર પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીં દરરોજ લાખો હરિભક્તો પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લે છે. ત્યારે અહીં સંતો અને સેવકો દ્વારા ખાસ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં કેટલાક એવા પણ સ્વયંસેવકો છે જેને પાસે ખુદનો ડ્રાઇવર હોવા છતાં શતાબ્દી મહોત્સવમાં ડ્રાઇવર તરીકે સેવા આપે છે.

પોતાને ત્યાં ડ્રાઈવર હોવા છતાં મહોત્સવમાં ડ્રાઈવર તરીકેની સેવા
સુરતના રહેવાસી કિશોરભાઈ સાપોલિયાની પોતાના ઘરે ગાડી માટે ડ્રાઈવર હોવા છતાં અહીં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પોતાની ગાડી સાથે ડ્રાઇવરની સેવા કરી રહ્યા છે. જોકે, આવા ઘણા સ્વયંસેવકો આ મહોત્સવની સેવામાં જોડાયા છે.

4 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે
એસ. પી. રીંગ રોડ ઑગણજ સર્કલ થી ભાડજ સર્કલ પર ટ્રાફિકનું નિયમન કરવા અને મુલાકાતીઓને માર્ગદર્શન કરવા માટે સ્વયંસેવકો ટ્રાફિક પોલીસની સાથો સાથ સેવારત છે. મહોત્સવમાં ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ વિભાગમાં કુલ 4 હજાર જેટલા સ્વયંસેવકો સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી એમ બે શિફ્ટમાં સેવા કરી રહ્યા છે.

પાર્કિંગ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ
400 એકર જમીનમાં પથરાયેલા વિવિધ પાર્કિંગ એરિયામાં આસપાસની ટાઉન પ્લાનિંગ સ્કીમના રસ્તાઓનો ઉપયોગ થઈ શકે છે. મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા નિશુલ્ક છે. ઓગણજ સર્કલ તરફથી આવતા મુલાકાતીઓ અને ભાડજ સર્કલ તરફથી આવતા મુલાકાતીઓ માટે અલગ વ્યવસ્થા મળી કુલ આશરે 43 હજાર વાહનોની વ્યવસ્થા થાય તે મુજબ ના પાર્કિંગ ગ્રાઉન્ડ બનાવાયા છે. લક્ઝરી બસ, SUV કાર, નાની કાર, ટુ વ્હીલર પાર્કિંગ. પાર્કિંગ ગ્રાઉન્ડથી નગરમાં પ્રવેશ ખૂબ જ સરળતાથી, ઓછામાં ઓછું ચાલવું પડે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ આમંત્રિત મહેમાનો માટે મુખ્ય દ્વાર પાસે સાઈન બોર્ડ મૂકી પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહોત્સવના આયોજનમાં ટેકનોલોજીનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. મુલાકાતીઓની સરળતા માટે PSM100 Nagar નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેમાં QRકોડ સ્કેન કરવાથી પાર્કિગમાં પાર્ક ગાડી શોધવામાં સરળતા રહેશે.

વાહનોની વ્યવસ્થા
મહોત્સવના વિવિધ 45 વિભાગો વચ્ચે જરૂર મુજબ વાહનો વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં ટ્રેકટર, કાર, ટુ વ્હીલર, બસ, JCBs, ડમ્પર, ક્રેન નો સમાવેશ થાય છે. આ વાહનો હરિભક્તો પાસેથી સેવામાં મળેલ છે. વાહનો મેળવતી વખતે તેની રજીસ્ટ્રેશન, ઇન્સ્યોરન્સ અને પી.યુ.સીની વિગતો પણ મેળવવામાં આવી છે. વાહનોના રીપેરીગની વ્યવસ્થા માટે ગેરેજ પણ ઊભા કરવામાં આવેલ છે.

સ્વયંસેવકો માટે શટલની વ્યવસ્થા
રોજના 25 હજાર જેટલા સ્વયંસેવકો માટે ઉતારા સ્થળથી મહોત્સવ સ્થળે જવા માટે 180 જેટલી શટલ બસની સુવિધા કરવામાં આવી છે, જેમાં એ.એમ.ટી.એસ વિભાગનો સહકાર મેળવવામાં આવ્યો છે.

રસ્તા અને પાર્કિંગમાં સેવારત પોલીસ વિભાગ અને સ્વયંસેવકોની સાર સંભાળ માટે તેઓ ને સમયાંતરે નાસ્તા, પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજનગરનું ટ્રાફિક-પાર્કિંગનું આયોજન અને સ્વયંસેવકોની સેવાભાવનાથી આ સમસ્યાનું શિસ્તબદ્ધ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.સ્વયંસેવકોની વિનમ્રતા અને શિસ્ત જોઈ દર્શનાર્થીઓ પણ પ્રેરણા લઈ રહ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.