કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશહિત માટે ભારત જોડો યાત્રા રદ કરવા પત્ર લખ્યો
ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસે ફરી માથુ ઉચક્યું છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ચોકસાઈ વધારી દીધી છ. કેન્દ્રએ દરેક રાજ્યોને નવા કેસો પર નજર રાખવા તેમજ જીનોમ સીક્વેન્સિંગ વધારવા માટે કહ્યું છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનો એક પત્ર સામે આવ્યો છે, જેમાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમમંત્રી અશોક ગેહલોતને પત્ર લખી ભારત જોડો યાત્રા કોવિડ પ્રોટોકોલને કારણે સ્થગિત રાખવા અપીલ કરી છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાને પત્રમાં જણાવ્યું કોરોનાવાયરસ મહામારી સાર્વજનિક કટોકટી હોવાથી, ભારત જોડો યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે,” સલાહ આપતાં તેમણે કહ્યું કે, “રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર કોરોનાની વેક્સિન લગાવેલા લોકો જ આ યાત્રામાં ભાગ લે. યાત્રામાં જોડાયા પહેલા અને પછી યાત્રીઓને આઈસોલેટ કરવામાં આવે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button