કોડિનારના સરખડી ગામની વસતિમાંથી વોલીબોલના ખેલાડીઓ
ગુજરાતના ગીર સોમનાથમાં સરખડી ગામ આવેલું છે, જે ધ વિલેજ ઓફ વોલીબોલ તરીકે પ્રખ્યાત છે. અહીં 5 હજારની વસતિમાંથી 500 તો વોલીબોલના ખેલાડીઓ છે. વોલીબોલના કારણે અહીંના 115થી વધુ લોકો સરકારી નોકરી ધરાવે છે. બાળકથી માંડીને વૃદ્ધો પણ વોલીબોલ રમે છે.
યુવતીઓ વોલીબોલ પ્રત્યે પ્રેરિત
ગામના પુરુષો કરતા યુવતીઓએ ગામનું નામ રોશન કર્યું છે. અહીંથી આંતરરાષ્ટ્રિય કક્ષાએ મહિલા ખેલાડીઓ ગયા છે. ગામમાં 1982થી જેવાઈબેન હાઈસ્કૂલના મેદાનમાં વોલીબોલ રમવાની શરુઆત થઈ હતી. ગુજરાતમાં સૌ પ્રથમ કેના ધોળકિયા ઈન્ટરનેશનલ ખેલાડી બની હતી. આજે ગામની કિંજલ વાળા, ચેતના વાળા જેવી પ્રતિભાશાળી અલગ-અલગ વય ગ્રુપમાં ભારત માટે ટીમના કેપ્ટન પદે રહી અનેક મેડલો અપાવ્યા છે.
પુરુષો 50 તો મહિલાઓ 39 વર્ષથી વોલીબોલમાં સક્રિય
આ ગામમાં યુવાનો અને યુવતિઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતા કાર્યોમાં કોચ તરીકે ફરજ બજાવે છે. ગામના અનેક યુવાનો વોલીબોલ રમીને પોલીસ, આર્મી, શિક્ષક બેન્ક તેમજ વોલીબોલ કોચ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પુરુષો 50 વર્ષથી તો મહિલાઓ 39 વર્ષથી વોલીબોલ રમી રહી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button