અડવાણા સહિતના આજુબાજુના વિસ્તારમાં ધરતીકંપની સાથે ભેદી ધડાકા

પોરબંદરના અડવાણા સહિતના આજુબાજુના વિસ્તારમાં ગઇકાલે સાંજે ધરતી ધ્રુજવાની સાથે ભેદી ધડાકા થતા હોવાથી લોકો ભયના માયર્િ ઘરની બહાર દોડી આવ્યા હતા.આ આંચકો ભુકંપનો હોવાનું તંત્રએ જાહેર કર્યુ છે. પોરબંદરના બરડા પંથકના અડવાણા તથા તેની આજુબાજુના સીમર, રાણારોજીવાડા, ભોમીયાવદર, સોઢાણા, અડવાણા, ભેટકડી, દેવભુમિ દ્વારકા જીલ્લાના જામરાવલ, ગોરાણા અને નગડીયા સુધીના ગામડાઓમાં બપોરે અને સાંજના સમયે ભેદી ધડાકા સાથે ધરતી ધ્રુજી હતી જેના કારણે લોકો ભયના માયર્િ ઘરની બહાર દોડી આવ્યા હતા. ભુકંપનો આ આચકો છે કે કેમ? તેવો સવાલ ઉભો થયો તથા ડીઝાસ્ટર વિભાગે તપાસ હાથ ધરી હતી અને એ આંચકો 3 મેગ્નેટીકની તિવ્રતા ધરાવતો ભુકંપનો હોવાનું જાહેર થયું હતું અને તેનો કેન્દ્રબિન્દુ 3ર કી.મી. દુર નોર્થ-ઇસ્ટમાં હોવાનું જાહેર થયું હતું.