નવી સિવિલ હોસ્પિટલમાં ફીઝીયોથેરાપી કોલેજમાં ફોલ સીલીંગ તૂટી
સુરતી નવી સિવિલ હોસ્પિટલમાં ફીઝીયોથેરાપી કોલેજમાં સોમવારે સવારે લેક્ચર હોલ ખોલ્યો હતો, એ સમયે ફોલ સીલીંગ તૂટેલી હાલતમાં જોઇને કર્મચારીઓ સહિતના ગભરાઈ ગયા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ફીઝીયોથેરાપી કોલેજમાં લેકચર હોલ શનિવારે બપોરે બંધ કર્યા હતા. જો કે સોમવારે સવારે વારા ફરતી તમામ લેક્ચર હોલ ખોલાયા હતા. એ સમયે એક લેકચર હોલમાં સ્લેબના પોપડા તૂટી પડવાના લીધે ફોલ સીલીંગ પણ તૂટી હતી. જો કે સદનસીબે તે સમયે ત્યાં વિદ્યાર્થી કે પ્રોફેસર કે કર્મચારી હાજર નહી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી. આ અંગે તાકીદે રીપેર કરવા જાણ કરવામાં આવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button