હેમંત શાહને કોમ્યુનિટી લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરાયા
ગુજરાતી મૂળના ઈન્ડો-કેનેડિયન બિઝનેસમેન હેમંત શાહને વિનીપેગ સાઉથમાં સમુદાયમાં તેમના યોગદાન માટે કોમ્યુનિટી લિડરશીપ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ગુજરાતી મૂળના એવોર્ડ મેળવનારાઓમાં હેમંત શાહ, એશ પટેલ, કિરીટ ઠાકર અને હિમાંશુ પટેલનો સમાવેશ થાય છે. ચારેયને તેમના સામાજિક-સાંસ્કૃતિક યોગદાન અને સમુદાય નેતૃત્વ માટે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. દક્ષિણ વિનીપેગથી સંસદના સંઘીય સભ્ય ટેરી ડુગાઈડે એવોર્ડ એનાયત કર્યા હતા.
હેમંત શાહ મૂળ ગુજરાતના છે અને અબડાસા તાલુકાના વરાડિયા ગામ તેમનું વતન છે. 48 વર્ષ પહેલા તેઓ કેનેડા સ્થાયી થયા હતા. તેઓ ત્યાં ટ્રેડનો બિઝનેસ કર્યો હતો.
હેમંત શાહે 1979માં પોતાની કારકિર્દી શરુ કરી હતી. તેઓએ કેનેડામાં ટ્રેડ કમિશન સર્વિસ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સટર્નલ અફેર્સ સાથે પણ કામ કર્યું છે. 1980માં તેઓ કેનેડા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ સંસ્થામાં બોર્ડ ઓફ ડિરેક્ટર બન્યા હતા. તેમણે કેનેડા-ભારત સંબંધો માટે ઘણો સંઘર્ષ કર્યો છે. 1990માં તેમને મેનિટોબા એક્સપોર્ટ એવોર્ડ મળ્યો હતો અને આ જ તેમના જીવનનો ટર્નિગ પોઈન્ટ હતો. હેમંત શાહ કેનેડામાં ટ્રેડનો બિઝનેસ કરે છે. ઈન્ટરનેશનલ ટ્રેડમાં તેઓ 45 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ કેનેડા-ભારત ટ્રેડ રિલેશન એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર છે.
ગુજરાતી તરીકે મને ગર્વ છે
એવોર્ડ મળ્યા બાદ હેમંત ભાઈએ કહ્યું કે મને આ સન્માન મળ્યું છે એ આનંદ વ્યક્ત કરવા માટે મારા પાસે શબ્દો નથી. મારા કેનેડા-ભારત ટ્રેડના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યો છું. આખા વિશ્વમાં જેણે ડંકો વગાડ્યો છે, તેવા ગુજરાતથી હું છું અને મને ખૂબ ગર્વ છે કે મેં એક ગુજરાતી તરીકે આ એવોર્ડ મેળવ્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button