રાજયમાં લઘુમતી સમુદાય પ્રતિ સરકારનું ભેદભાવભર્યું વલણ
- ગુજરાત રાજયમાં લઘુમતીઓ માટે મંત્રાલય પણ નથી
- દેશમાં ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં કૌમી દંગાના ૨૯૦૮ કેસ નોંધવામાં આવ્યા.
- ગુજરાતમાં લઘુમતિ સમુદાયના વિકાસ અને રક્ષણ માટે ગુજરાત વિધાનસભા સત્ર પહેલા સર્વદલીય બેઠક યોજવામાં આવશે
- 2022 વર્ષમાં વિધાનસભામાં લઘુમતી સમાજના વિકાસ અને રક્ષણના માત્ર 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા
૧૮ ડીસેમ્બર સમગ્ર વિશ્વમાં લઘુમતિ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે. ગુજરાતમાં લઘુમતીઓના વિકાસ અને રક્ષણ માટે સરકાર અમારી બંધારણીય માંગોને સાંભળે અને તેને પૂરી કરાવવા માટે પૂરતા પ્રયત્નો કરે તે માટે MCC દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય લઘુમતી દિવસની ઉજવણી કરે છે.
MCC ના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું કે 2009-10માં ભારતના મુસ્લિમ પુરુષ (ગ્રામીણ)ની બેરોજગારીની દર 1.9 % હતી જે 2017-18 માં વધી ને 6.7% થી ગયી અને મુસ્લિમ પુરુષ (શહરી)ની બેરોજગારીની દર 2009-10 માં 2.5% હતી જે 2017-18 માં વધી ને 7.5% થઈ ગઈ. ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓ ૧-૫ ધોરણમાં ૧૦.૫૮% ડ્રોપ આઉટ થઇ રહી છે છતાં પણ સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી નથી કરી રહી. રાજયમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય નથી જેથી 11.5% લઘુમતી સમુદાયનો વિકાસ અટવાયો છે. રાજયમાં લઘુમતી આયોગ નથી જેથી રાજ્યનાં લોકોની ભેદભાવની રજૂઆત અટવાયે છે. લઘુમતી વિસ્તારોમાં ૧૨ ધોરણ સુધીની શાળા ખોલવી જોઈએ જેથી ડ્રોપ આઉટ સંખ્યા ઓછી થઈ શકે અને આ પાછલા સમાજપણ રાજ્ય અને દેશનાં વિકાસમાં સક્રીય યોગદાન આપી શકે. 2022 વર્ષમાં વિધાનસભામાં લઘુમતી સમાજના વિકાસ અને રક્ષણના માત્ર 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા. રાજ્યના 11.5% વસ્તીના પાયાના પ્રશ્નોની રજૂઆત પણ વિધાનસભા ગૃહમાં નથી થયી રહી તો સમાજને વિચારવા પડશે. ગુજરાત રાજયમાં સતત બે સમુદાયોના વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા વાળા (હેટસ્પીચ) ના કેસ ૨૦૧૮-૧૯-૨૦ માં ૩૦૩ નોંધવામાંમાં આવ્યા. આખા દેશમાં ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં કૌમી દંગાના ૨૯૦૮ કેસ નોંધવ્મા આવ્યા. ગુજરાતમાં લઘુમતી સમુદાયને એ અધિકારો પણ નથી મળી રહ્યા જે બીજા રાજ્યોને પ્રાપ્ત છે.મુજાહિદ નફીસ દ્વારા માઈનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC) દ્વારા 10 માંગો જણાવવામાં આવી
- રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ) ની સ્થાપના કરવા માં આવે.
- રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવામાં આવે.
- રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે.
- રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ ૧૨ સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે.
- મદ્રસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.
- લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે.
- સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુન:ર્વસન માટે સરકાર નીતિ બનાવે.
- પ્રધાનમંત્રીના નવા ૧૫ મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે.
- લઘુમતી સમુદાય માટે The Minorities (Prevention of Atrocities) Act બનાવવામાં આવે.
- મોબ લીંચિંગ જેવી ઘટનાઓ વિરુધ્ધ કડક કાયદો બનાવવામાં આવે.
ઉસ્માન ગની શેરસિયા જણાવ્યુ કે ગુજરાત દરિયા કિનારા પર વસનારા માછીમારોએ માછીમારી માટે જમીનો માગણી કરવી પડશે અને દરિયા કિનારાના પર્યાવરણને જળવાઈ રહે તે માટે ધ્યાન રાખવું પડશે અને આ સમ્મેલનનું સંચાલન કર્યું અને તેઓ એ લઘુમતી સમુદાયની હાલની પરિસ્થિતી વિષે જણાવ્યું હતું.
યાસીન ગજ્જ્ન એ માછીમારોની એકતા અને સંગઠિત થવાની વાત કરી હતી, અબ્દુલ કાદિર બાપુએ નગરપાલિકા સિક્કાના ચેરમેન એ તેમના પ્રવચનમાં જણાવ્યુ હતું કે આજે આપણે આપના સમાજ માટે આગળ આવવું પડશે અને આપણાં અધિકાર માટે જાગૃત થવાની વાત કરી હતી.સાજીદભાઈ મકરાણીએ સમાજના પ્રશ્નો બાબતે સમાજને જાગૃત અને આગેવાનોએ આગળ આવવું આહવાન કર્યું હતું.
મિત્રરંજન RTE ફોરમ દિલ્હીએ જણાવ્યુ હતું કે આપણને મળેલ શિક્ષણના પ્રમાણે શાળાઓ ચાલે અને શાળાઓના આપણાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે દરેક સમુદાયે કામગીરી કરવી પડશે.
તેમજ કચ્છથી આવેલ અયુબ હાજીએ જણાવ્યું કે માછીમારોએ પોતાના અધિકાર માટે આપણે પોતે આગળ આવવું પડશે અને અધિકાર માગણી કરવા માટે કોઈનાથી ડરવાની જરૂર નથી, તેમજ ભુજથી આવેલા મામદ લાખાએ કહ્યું હતું કે અત્યાચાર પછી જ ક્રાંતિ આવે છે અને ક્રાંતિ માટે આપણે લડવું પડશે.
આ સમેલનમાં ઝાલાભાઈ માંગરોળ નગરપાલિકા પ્રમુખ, જૂસબ બારોયા પ્રમુખ સિક્કા નગરપાલિકા, ઓસમાણભાઈ પૂર્વ પ્રમુખ,રાણાવાવ નગરપાલીકા અનિશબાપુ રાણાવાવ મુસ્લિમ અગ્રણી અસલમભાઇ ખોખર કાઉન્સિલર નગરપાલિકા કુતિયાણા, અલ્તાફ રેલીયા તાલુકા પંચાયત મેમ્બર મુદ્રા-કચ્છ, હારુન સાટી એડ્વોકેટ, સામાજિક કાર્યકર ઈસ્માઈલ શેરવાની, યુસુફખાન શેરવાની, આરીફ્ભાઈ નોહવી KGN ટ્રસ્ટ,છાયા હનીફભાઇ બાઘડા, ઇનાયત ખાન પઠાણ, યુસુફભાઇ ચૂડલી, અબ્દુલ રજ્જાક ગોસાલિયા, સુલેમાન મુંદ્રા, હનીફભાઇ કોન્ટ્રાકટર, કાદર બાપુ, હાજી અલી સુલેમાન, સતારભાઈ ભરૂચા, હારુન ચાવડા, ઇબ્રાહિમ તુર્ક, સમા સિદ્ધિક, હુરાબેન દાણી, મેરાજબેન, નિસારભાઈ, જુમાભાઈ, હનીફ, દાઉદ, કાસમભાઇ, સિદ્ધિક જસરાયા, કમુ જૂસબ, જાકબ મુસા, ઈસ્માઈલભાઈ, હુશેનભાઈ, અયુબભાઈ, ગુલામભાઈ, સુલેમાનભાઈ વગેરે આગેવાનોએ આ કાર્યક્ર્મમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમ લાખા ઈસ્માઈલ ઢીમર દ્રારા કાર્યક્રમની સફળતા માટે ખાસ જેહમત ઉઠાવી.
આ સાથે આ સંમેલનને પૂર્ણ કરવામાં આવ્યું.
Minority Coordination Committee Gujarat, 402, Kama Commercial Complex, Opp Mirzapur Court, Mirzapur, Ahmedabad, 079-25626230
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button