મેચ જીત્યા બાદ માતાને ભેટી ભાવુક થયો મેસી

ફિફા વર્લ્ડ કપ 2022 માં રવિવારે આર્જેન્ટીના ગત વખતના ચેમ્પિયન ફ્રાંસને હરાવીને ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું છે. કતારમાં રમાયેલા વર્લ્ડકપની ફાઈનલ મેચ ઈતિહાસની સૌથી રોમાંચક મેચ રહી, જેમાં આર્જેન્ટીએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. સ્ટાર ફૂટબોલર મેસી માટે આ ડ્રિમ કમ ટ્રુ મોમેન્ટ હતી અને તેણે એકદમ હમ્બલ રીતે પોતાની જીતની ઉજવણી કરી.

નિવૃત્તિ લીધા પછી પરત ફર્યો અને વર્લ્ડ ચેમ્પિયન બન્યો
એકસમયે મેસીએ વર્લ્ડ કપ જીતવાની આશા છોડી દીધી હતી. તેણે કોપા અમેરિકા 2016ની ફાઇનલ પછી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જો કે, પછી તેણે નિવૃત્તિ પાછી લીધી અને રશિયા ખાતેના વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને લીડ કરી. જો કે, ટીમે બહુ નિરાશાજનક દેખાવ કર્યો અને રાઉન્ડ ઓફ 16માં બહાર ફેંકાઈ ગઈ. જો કે, ગઈકાલે તેણે આખરે પોતાનું સપનું પૂરું કર્યું અને 5મી વાર વર્લ્ડ કપમાં અપિરિયન્સ આપ્યા બાદ ટ્રોફી જીતી લીધી.

માતાને ભેટીને ભાવુક થયો મેસી
મેચ બાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે, મેસીને મમ્મી તેની તરફ આવે છે અને માતાને જોઈને ભાવુક થતો પુત્ર તેને ભેટી પડે છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ રહ્યા છે.

ટેબલ પર ડાન્સ કરતો દેખાયો
મેસીનો વધુ એક વીડિયો પણ બહુ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ટેબલ પર ડાન્સ કરતો જોવા મળે છે અને પોતાના આગવી અંદાજમાં આ જીતને સેલિબ્રેટ કરતો જોઈ શકાય છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.