અનિકેત તલાટીએ પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લીધી
પ્રમુખ સ્વામીનગરમાં આજે 1000થી વધુ CA કોન્ફરન્સમાં ભાગ લેશે અને ઇનકમ ટેક્સ અને GST અંગે ચર્ચા કરશે. જેમાં ICAI (ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા)ના વાઇસ પ્રેસિડન્ટ અનિકેત તલાટી પણ હાજર રહેશે. અનિકેત તલાટીએ આજે સવારે જ્ઞાન વત્સલ સ્વામી સાથે પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, આ મુલાકાત મારા માટે અકલ્પનિય છે. ICAIના વાઇસ પ્રેસિડન્ટ અનિકેત તલાટીએ ગુજરાતી જાગરણ સાથે પણ તેમના આ અનુભવ અંગે વાતચીત કરી હતી. જેના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
”પ્રમુખ સ્વામીનગરની મુલાકાત મારા માટે અલકલ્પનિય છે”
અનિકેત તલાટીએ જણાવ્યું કે, ”આજે મને પ્રમુખ સ્વામીનગર જોવાની તક મળી હતી. અહીં અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે મેં જ્ઞાનવત્સલ સ્વામી સાથે પ્રમુખ સ્વામીનગરની મુલાકાત કરી હતી. બાળકો અને મોટા લોકોએ પ્રેરણા લઈ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ બતાવતા એક્ઝિબિશન, ગ્લો ગાર્ડન જોયું છે. આ અનુભવ મારા માટે અકલ્પનિય છે.”
”1000થી વધુ CA કોન્ફરન્સમાં ભાગ લેશે”
અનિકેત તલાટીએ કહ્યું કે, આજે એક મોટી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જેમાં 1000 હજારથી વધુ CA ઇનકમ ટેક્સ અને GST અંગે ચર્ચા કરશે અને બપોર પછી તેમને આખા પ્રમુખ સ્વામીનગરની મુલાકાત કરાવવામાં આવશે.
”હું BAPS સંસ્થાના દરેક સ્વામી અને સતસંગીને બિરદાવું છું”
અનિકેત તલાટીએ કહ્યું કે, ”અહીં આઠ મહિના પહેલા ખેતર હતું અને ત્યાં આવડું મોટું નગર બનાવવું. આ ઉપરાંત લોકોને અહીં બોલાવી પ્રેરણા અને પ્રોત્સાહન આપવું કે, આપણે સાથે મળીને દેશને આગળ વધારીએ. તે મારા મુજબ ખૂબ જ ભવ્ય કામ થયું છે. આ માટે હું BAPS સંસ્થાના દરેક સ્વામી અને સતસંગીને બિરદાવું છું.”
”પ્રમુખ સ્વામીને જેટલીવાર મળ્યો એટલીવાર મનને શાંતિનો અનુભવ થયો.”
પ્રમુખ સ્વામીને આમ તો, ઘણીવાર મળ્યો છું. પહેલીવાર જ્યારે પ્રમુખ સ્વામીને મળ્યો ત્યારે સાવ નાનો હતો. આ પછી ઘણીવાર મારા પિતા સાથે મળવાનું થયું છે. જ્યારે જ્યારે પ્રમુખ સ્વામીને મળ્યો મનમાં શાંતિનો અનુભવ થયો છે. હંમેશા તેમનું માર્ગદર્શન મળતું રહ્યું છે. આજે પણ પ્રમુખ સ્વામી મને આશીર્વાદ આપી રહ્યા છે.
”ભારતને વિશ્વના સૌથી ખુશ દેશમાંથી એક બનાવી શકશું”
અનિકેત તલાટીએ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજે એક વાત કહી હતી કે, બીજાની ખુશીમાં તમારી ખુશી. આ જે ભાવના છે તે આપણે દરેક પોતાના મનમાં રાખીએ તો હું એવું માનું છું કે, ભારતને વિશ્વના સૌથી ખુશ દેશમાંથી એક બનાવી શકશું.
”118 વર્ષના ઇતિહાસમાં આ સૌથી સફળ વર્લ્ડ કોંગ્રેસ એકાઉન્ટન્ટ હતું”
અનિકેત તલાટીએ કહ્યું, ”મુંબઈમાં થોડાક દિવસ પહેલાં વર્લ્ડ કોંગ્રેસ એકાઉન્ટન્ટનું આયોજન થયું હતું. તેમાં 8 હજારથી વધુ લોકો આવ્યા હતાં. 123 દેશના અલગ-અલગ 6.5 હજાર ડેલિગેટ હતાં. ચાર દિવસમાં અમે એકાઉન્ટિંગ, ટેક્સેશન, ટેક્નોલોજી અને સસ્ટેનેબિલિટી અંગે ચર્ચા કરી હતી. હું એવું માનું છું કે, છેલ્લાં 118 વર્ષના વર્લ્ડ કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી સફળ વર્લ્ડ કોંગ્રેસ એકાઉન્ટન્ટ હતું.”
”આજે એવો માહોલ છે કે, વેકેન્સી વધારે છે અને CA ઓછા છે.”
અનિકેત તલાટીએ કહ્યું, ”અત્યારના સમયમાં આખા દેશમાં લગભગ 3 લાખ 60 હજાર CA છે. અમારા 7થી 8 લાખ વિદ્યાર્થી CAની સ્ટડી કરી રહ્યા છે. જે CAની ઓપર્ચુનિટી છે તે માત્ર દેશ જ નહીં વિદેશમાં પણ છે. 77 દેશમાં ઓફિસ છે. આ દરેક દેશમાં આપણાં CA અલગ-અલગ રીતે કામ કરી રહ્યા છે. હાલમાં અમારું જે કેમ્પસ પુરું થયું તેમાં 10 હજાર CAએ એપ્લાય કર્યું હતું. તેમાં વેકેન્સી 12 હજાર કરતાં વધુ હતી. આજે એવો માહોલ છે કે, વેકેન્સી વધારે છે અને CA ઓછા છે.”
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button