સિદ્ધાર્થ મલ્હોત્રા RAW એજન્ટ બનીને દેશ માટે પાકિસ્તાનમાં જાસૂસી કરશે
મિશન મજનૂ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ મિશન મજનૂનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન શાંતનુ બાગચીએ કર્યું છે. આ ફિલ્મ 20 જાન્યુઆરી 2023ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. તે એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તેને રૂની સ્ક્રુવાલા, અમર ભુટાલા અને ગરિમા મહેતા પ્રોડ્યુસ કરી રહ્યા છે. મિશન મજનૂ સાચી ઘટનાઓથી પ્રેરિત છે અને ભારતના મહત્વપૂર્ણ મિશનમાંના એક પર આધારિત છે. આ ફિલ્મમાં કુમુદ મિશ્રા, પરમીત સેઠી, મીર સરવર અને ઝાકિર હુસૈન પણ મુખ્ય ભૂમિકામાં છે.
મિશન મજનૂમાં સિદ્ધાર્થ મલ્હોત્રા RAW એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલીવાર કોઈ ફિલ્મમાં ડિટેક્ટીવનો રોલ કરી રહ્યો છે. બીજી તરફ પુષ્પા ધ રાઇઝથી ફેમસ થયેલી રશ્મિકા મંદન્ના આ ફિલ્મમાં મુસ્લિમ યુવતીનો રોલ કરી રહી છે. રશ્મિકા મંદન્નાની આ બીજી બોલિવૂડ ફિલ્મ હશે. આ પહેલા તે ગુડ બોયમાં જોવા મળી હતી. બંને પહેલીવાર સાથે જોવા મળશે.
આ પહેલા સિદ્ધાર્થએ ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપી હતી
થોડા દિવસો પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રાએ મિશન મજનૂની રિલીઝ ડેટ વિશે જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે, ‘એક બહાદુર એજન્ટની ન સાંભળેલી કહાની, મિશન મજનુ નેટફ્લિક્સ પર 20 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.’ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદન્નાની જોડી ખૂબ જ સારી લાગી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અગાઉ થેંક ગોડ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આમાં તે અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સાથે જોવા મળ્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button