GPCBના અધિકારીનો ભ્રષ્ટાચાર
અનિલ વસંતલાલ શાહે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પગાર અને ભથ્થા વગેરે કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણિક રીતે કરોડો રુપિયાની મિલકતો વસાવી છે તેવી એક અરજી ACBને મળી હતી. આ અરજી મળતા અધિકારીની મિલકતોની તપાસ ચાલુ કરવામાં આવી હતી. તપાસમાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો જેમાં જાણવા મળ્યું કે અધિકારીએ 3.57 કરોડની અપ્રમાણસર મિલકતો પોતાના તથા આશ્રિતોના નામે વસાવી છે. ACBએ ગુનો નોંધી અનિલ ભાઈની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અધિકારી પાસે કઈ-કઈ મિલકત?
S.G Highway કારગીલ પાસે મોંઘોદાટ બંગલો, અમદાવાદમાં દુકાન, કિસાન વિકાસ પત્રો, નેશનલ હાઈવે ઓથોરિટીના બોન્ડ, મ્યુચ્યલ ફંડ, પોસ્ટમાં રીકરિંગ અકાઉન્ટમાં રોકાણ મળીને કુલ 3.57 કરોડની મિલકતોનો સમાવેશ થાય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button