બાળકના માથામાં થતી હોય ફોડલીઓ તો જાણો કારણ અને ઈલાજની રીત
જો તમારા નાનકડા બાળકના માથામાં થતી હોય ફોડલીઓ તો તેનું કારણ જાણી કરો યોગ્ય ઈલાજ.
બાળકની ત્વચા ખૂબજ સંવેદનશીલ હોય છે. ઋતુમાં આવી રહેલ બદલાવના કારણે તેમની ત્વચામાં પણ કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. નાનાં બાળકો તેમની દરેક સમસ્યા માતા-પિતાને કહી કે સમજાવી શકતાં નથી, બસ તેઓ સમસ્યા થતાં જ રડવાનું શરૂ કરે છે. પરંતુ માતા-પિતાને જ સમજવું પડે છે કે, બાળકને શું સમસ્યા છે. વાસ્તવમાં બાળકોનો વિકાસ ખૂબજ ઝડપથી થતો હોવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જેના કારણે બધુ ધ્યાન રાખવા છતાં બાળક કોઈને કોઈ સંક્રમણથી ગ્રાસિત થઈ જાય છે. ત્વચા પર સંક્રમણ થવાથી માથા અને અન્ય ભાગો પર ફોટલીઓ થવા લાગે છે. આ બાબતે આજે બાળકોના ડૉક્ટર નિખિલ મહરોત્રા જણાવી રહ્યા છે કારણો અને ઈલાજની રીત.
શું બાળકના માથામાં થતી ફોડલી ચેપી હોય છે?
જો તમારા બાળકના માથામાં થયેલ ફોડલીમાં પરૂ પણ થવા લાગે તો તે સંક્રામક બની શકે છે. સામાન્ય રીતે આ સમસ્યા વાળના રોમ છિદ્રોમાં વધારે થાય છે. આ ફ્ડલી નાની-નાની જ હોય છે અને શરૂઆતમાં તે નાનકડી ગાંઠ જેવી બને છે. ત્યારબાદ તેમાં પરૂ અને પાણી ભરાય છે. માથામાં થતી આ ફોડલીઓ ધીરે-ધીરે આખા શરીરમાં ફેલાવા લાગે છે.
બાળકના માથામાં થતી ફોડલીનાં કારણો
બાળકના માથાનાં રોમ છિંદ્રોમાં સ્ટેફિલોકોકસ ઑરિયસ નામના બેક્ટેરિયા પ્રવેશે એટલે તેમને માથામાં ફોડલીઓ થવા લાગે છે. આ સિવાય બીજાં પણ કેટલાંક કારણો થઈ શકે છે.
- બાળકની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવી.
- બાળકની સાફ-સફાઈ પર પૂરતુ ધ્યાન ન આપવું.
- બાળકમાં લોહીની ઉણપ હોવી.
- બાળકને પૂરતું પોષણ ન મળવું.
- આ સિવાય કોઈ એલર્જીના કારણે પણ બાળકને ફોડલીઓ થઈ શકે છે.
બાળકને ફોડલીઓ થાય તો કેવી રીતે ઈલાજ કરાવવો?
બાળકના માથામાં ફોડલીઓ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ સ્થિતિ ડૉક્ટર જ ઈલાજની સાચી રીત જણાવે છે.
- આ દરમિયાન ડૉક્ટર બાળકની સ્થિતિ અનુસાર ઈલાજ કરે છે, જેમાં એન્ટી ઈંફેક્ટિવ ક્રીમ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. જો બાળકને સમસ્યા વધી જાય તો તેને એન્ટી બાયોટિક દવા પણ આપવામાં આવી શકાય છે.
- જો ફોડલી વધારે મોટી થઈ જાય તો ડૉક્ટર તેમાં કાપો કરે છે. જેમાં ડૉક્ટર કાપો કરીને ફોડલાની અંદરનું પરૂ બહાર કાઢી લે છે અને પછી તેનું ડ્રેસિંગ કરી ઘા રૂઝાવાની ક્રીમ લગાવવામાં આવે છે.
બાળક માથામાં ફોડલી પડે તો કેવી રીતે બચાવ કરવો?
- આ સમસ્યાથી બચવા માટે બાળકના સ્કેલ્પમાં આલ્કોહોલથી રબ કરી શકાય છે.
- આ સિવાય બાળકોને ગરમીના કારણે પણ માથામાં ફોડલીઓ થઈ શકે છે. એટલે માથામાં નારિયેળ તેલની માલિશ કરી શકાય છે. નારિયેળના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાને બેક્ટેરિયા મુક્ત બનાવે છે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button