એલિન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ

એલિન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભારતમાં લાઇટિંગ, પંખાઓ અને રસોડાના સ્મોલ એપલાયન્સિસની મુખ્ય બ્રાન્ડ્સની એન્ડ-ટૂ-એન્ડ પ્રોડક્ટ સોલ્યુશન વિનિર્માતા છે અને ભારતમાં સૌથી વિશાળ ફ્રેક્શનલ હોર્સપાવર મોટરની ઉત્પાનદકર્તા કંપનીઓ પૈકીની એક કંપની છે. કંપનીએ તેના સૌ પ્રથમ જાહેર ભરણાં માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 234થી રૂ. 247નો પ્રાઇસ બેન્ડ નિર્ધારિત કર્યો છે. આ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“IPO” અથવા “ઓફર”) સબસ્ક્રિપ્શન માટે 20મી ડિસેમ્બર, 2022 મંગળવારના રોજ ખુલશે અને ગુરુવારે 22મી ડિસેમ્બર, 2022ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 60 ઇક્વિટી શેર અને ત્યારબાદ 60 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.

પ્રતિ ઇક્વિટી શેર રૂ.5ની ફેસ વેલ્યુ ધરાવતો પબ્લિક ઇસ્યુમાં કુલ મળીને રૂ.175 કરોડના નવા ઇસ્યુ અને પ્રવર્તમાન શેરહોલ્ડર દ્વારા રૂ.300 કરોડ સુધીની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

ઓફર ફોર સેલમાં કમલ સેઠિયા દ્વારા રૂ.17.18 સુધી, કિશોર સેઠિયા દ્વારા રૂ.28.09 કરોડ સુધી, ગૌરવ સેઠિયા દ્વારા રૂ.25.37 કરોડ સુધી, સુમિત સેઠિયા દ્વારા રૂ.6.66 કરોડ સુધી, સુમન સેઠિયા દ્વારા રૂ.30.52 કરોડ સુધી, વસુધા સેઠિયા દ્વારા રૂ.8.33 કરોડ સુધી, વિનય કુમાર સેઠિયા દ્વારા રૂ.4.96 કરોડ સુધી (“પ્રમોટર વેચાણકર્તા શેરધારકો”) અને રૂ.178.88 કરોડ સુધી અન્ય સેલિંગ શેરધારકો (“અન્ય વેચાણકર્તા શેરધારકો”)નો સમાવેશ થાય છે.

એકંદરે બજાર આધારિત, એલિન ઇલેક્ટ્રોનિક્સ નાણાકીય વર્ષ 2021માં 12% બજાર હિસ્સા સાથે આ શ્રેણીની સૌથી મોટી ખેલાડી છે. વધુમાં, તે નાણાકીય વર્ષ 2021માં અંદાજિત 7%ના EMS બજાર હિસ્સા સાથે LED લાઇટિંગ અને ફ્લેશલાઇટમાં મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ પૈકીની એક છે અને નાણાકીય વર્ષ 2021માં 10.7% EMS બજાર હિસ્સા સાથે નાના ઉપકરણોમાં પણ ચાવીરૂપ ખેલાડીઓ પૈકીની એક છે. (સ્રોતઃ F&S અહેવાલ)

કંપની સિગ્નિફાય ઇનોવેશન્સ અને એવરેડી જેવી LED લાઇટિંગ, પંખાઓ અને સ્વિચિસની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને નાના ઉપકરણો માટે ફિલિપ્સ, બોસ, ફેબર, પાનાસોનિક અને ઉષા; હેવેલ્સ, બોસ, ફેબર, પાનાસોનિક, પ્રીથી (ફિલિપ્સની માલિકીની), ગ્રૂપ SEB (મહારાજ બ્રાન્ડ) અને ઉષા, તેમજ મોલબ્યિઓ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી મેડિકલ ડાયગ્નોસ્ટિક કાર્ટ્રિજિસની સાથે સાથે ડેન્સો અને IFB જેવી કંપનીઓ સાથે મોલ્ડેડ અને શીટ મેટલ પાર્ટ્સ અને ઘટકો માટે અગ્રણી કંપનીઓ સાથે ભાગીદારી કરે છે.

કંપનીના EMSમાં મહત્ત્વપૂર્ણ વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં આ પ્રોડક્ટ્સમાં LED લાઇટિંગ, પંખાઓ અને લાઇટિંગ પ્રોડક્ટ્સ, સિલિંગ, ફ્રેશ એર અને TPW પંખાઓ સહિત સ્વિચો અને મોડ્યુલર સ્વિચો અને શોકેટ; ડ્રાય અને સ્ટીમ આર્યન, ટોસ્ટર, હેન્ડ બ્લેન્ડર્સ, મિક્સર ગ્રાઇન્ડર્સ, હેર ડ્રાય અને હેર સ્ટ્રેઇટનર, ફ્રેક્શનલ હોર્સપાવર મોટર્સ, જેનો ઉપયોગ મિક્સર ગ્રાઇન્ડર, બેન્ડ બ્લેન્ડર, વેટ ગ્રાઇન્ડર, ચિમની, એર કંડિશનર, હીટ કન્વેક્ટર, TPW પંખાઓ વગેરે અને એર કંડિશનર્સ માટે ટર્મિનલ બ્લોક, મિક્સર ગ્રાઇન્ડર્સ, ડાઇ કાસ્ટિંગ, રેડિયો સેટ માટે સ્ટેઇનલેસ સ્ટીલનો સમાવેશ થાય છે.

ઓપરેશન્સમાંથી કંપનીની આવક નાણાકીય વર્ષ 2021માં રૂ.862.38 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2022માં રૂ.1,093.75 કરોડ પર પહોંચી ગયો છે જે 26.83%નો વધારો દર્શાવે છે, જે મુખ્યત્વે ઘરેલું અને વ્યક્તિગત ઉપકરણોની ગ્રાહક ખરીદીમાં થયેલા વધારો થયો હતો. જ્યારે કરવેરા બાદ નફો નાણાકીય વર્ષ 2021માં રૂ.34.86 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2022માં રૂ.39.15 કરોડ એટલે કે 12.31%નો વધારો થયો છે. 30 સપ્ટેમ્બર, 2022ના રોજ સમાપ્ત થતા છ માસનો કામગીરીમાંથી આવક રૂ.604.46 કરોડ હતો અને કરવેરા બાદ નફો રૂ.20.67 કરોડ પર નોંધાયો હતો.

એક્સિસ કેપિટલ લિમિટેડ અને JM ફાઇનાન્સિયલ લિમિટેડ ઇસ્યુની બૂક રનિંગ લીડ મેનેજર છે અને KFin ટેક્નોલોજીસ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે. ઇક્વિટી શેરો BSE અને NSEના મુખ્ય બોર્ડ ઉપર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.