શુભમન ગિલની ઈન્ટરનેશનલ ટેસ્ટ કરિયરમાં પ્રથમ સદી

ભારતીય ટીમે ચટ્ટોગ્રામ ખાતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં યજમાન ટીમને ફર્સ્ટ ઇનિંગ્સમાં 150 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. ભારત માટે હાલ ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલ બેટિંગ કરી રહ્યા છે. ટીમનો સ્કોર 183-2 છે અને 437 રનની લીડ મળી છે. ભારત જંગી લીડ તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન શુભમન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી છે. તેણે 147 બોલમાં 100 રન પૂરા કર્યા છે.

ગિલની સદીના કારણે બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને 170 રનને પાર કરી ગયો છે. આ મેચમાં ભારત ખૂબ જ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. હવે ટીમ ઈન્ડિયા ઝડપી રન બનાવીને પોતાની ઈનિંગ જલ્દી ડિકલેર કરી શકે છે.

કુલદીપ યાદવ ચમક્યો

ભારત માટે ફર્સ્ટ ઇનિંગ્સમાં બોલ સાથે કુલદીપ યાદવ (Kuldeep Yadav) ચમક્યો હતો. તેણે 16 ઓવરમાં 6 મેડન સહિત 40 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં ત્રીજીવાર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી છે. તેના સિવાય મોહમ્મદ સિરાજે 3 તો ઉમેશ યાદવ અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનો કોઈપણ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યો નહોતો. તેમના માટે મુશફિકર રહીમે સર્વાધિક 28 રન બનાવ્યા હતા.

ભારતે 404 રન કર્યા હતા
ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 404 રન કર્યા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયા માટે ચટ્ટોગ્રામ ખાતે ચેતેશ્વર પૂજારા, શ્રેયસ ઐયર અને રવિચંદ્રન અશ્વિને ફિફટી ફટકારી હતી. પૂજારા અને ઐયર બંને સેન્ચુરી ચૂકી ગયા હતા. તેમણે અનુક્રમે 90 અને 86 રન બનાવ્યા હતા. જ્યારે અશ્વિને 58 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.