ભાણવડ પાલિકા ચૂંટણી કોંગ્રેસ માટે લોઢાના ચણા, આપનો ઉદય નિશ્ચિત

છેલ્લા પચીસ વર્ષથી ભાણવડમાં રહેલા ભાજપના એકચક્રી શાસનને ખતમ કરવામાં સિંહ ફાળો આપનાર કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય કેડી કરમુરનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું પડી ગયુ છે ત્યારે ભાણવડ પાલિકાની ફ્રેબ્રુઆરીમાં યોજાનારી ચુંટણીમાં કોંગ્રેસ માટે સતા ટકાવી રાખવી લગભગ અસંભવ જ છે એટલુ જ નહી વિધાનસભામાં કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય છેક ત્રીજા ક્રમે રહેતા સ્થાનિક આગેવાનો-કાર્યકરોનો ઉત્સાહ પણ મરી પરવાર્યો હોય એવુ જણાઈ રહ્યુ છે ત્યારે 81 ખંભાળિયા/ભાણવડ વિધાનસભા ચૂંટણીની જેમ ભાણવડ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્યત્વે જંગ રહેશે એવુ ચિત્ર સ્પષ્ટ લાગી રહ્યુ છે.

જીલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસના કેડી કરમુરે 81-ખંભાળીયા-ભાણવડ સીટ પરથી ચાલુ ધારાસભ્ય વિક્રમભાઈ માડમની હારની નૈતિક જવાબદારી લઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપેલ છે ત્યારે ગયા વર્ષે ભાણવડ નગરપાલિકાની બીજેપીની બોડીને તોડવામાં અને મધ્યસ્થ ચુંટણીમાં કોંગ્રેસની પચ્ચીસ વર્ષ પછી બોડી બનાવવામાં જેનો સિંહ ફાળો રહ્યો હતો અને ધારાસભ્ય વિક્રમભાઈ માડમને પોતાના રાજકીય ગુરૂ માનતા કેડી કરમુરના કોંગ્રેસમાંથી રાજીનામાથી ખાસ કરીને ભાણવડ કોંગ્રેસમાં શુન્યાવકાશનો માહોલ છવાઈ ગયો છે.

આ સ્થિતિમાં ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહેલી નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસની પુનઃ સતા હાંસલ કરવાની શક્યતા નહિવત છે એટલુ જ નહી પણ જે રીતે ગઈ નગરપાલિકા ચુંટણીમાં માત્ર એક મહિનાના ગાળામાં આમ આદમી પાર્ટીએ શહેરમાં જે માહોલ ઉભો કરેલો અને પ્રથમ વખત ચુંટણી લડતા છ વોર્ડની આખે આખી પેનલ ઉભી કરી દીધેલ અને શહેરના 17% વોટશેર સાથે પાલિકામાં સતા પરિવર્તનમાં મુખ્ય ભાગ ભજવેલ હતો એ આમ આદમી પાર્ટીએ આ વખતે જોરદાર તૈયારીઓ આદરી દીધી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.

જો કે કોંગ્રેસના સવા વર્ષના શાસનમાં ભાણવડ શહેરના રોડ-રસ્તાઓનો પ્રશ્ન આંશિક હલ થયો હતો અથવા તો એમ કહી શકાય કે ભાજપના પચ્ચીસ વર્ષના શાસનમાં ભાણવડ શહેરની જનતાએ પ્રાથમિક સુવિધાઓ મામલે જે સમસ્યાઓનો સામનો કરેલ હતો તેમાં કોંગ્રેસના સવા વર્ષના શાસને રાહત આપેલ હતી. આમ છતાં વિધાનસભાના પરિણામો પછી શહેરીજનોએ અનુભવ્યુ છે કે આમ આદમી પાર્ટી એક સબળ વિકલ્પ છે ભલે આપના ઉમેદવાર ઈશુદાનભાઈ ગઢવી ચુંટણીમાં હાર્યા છે પણ તેમના નેતૃત્વમાં આગામી ફેબ્રુઆરીમાં નગરપાલિકાની ચુંટણીમાં લડવાની હોઈ સ્વચ્છ અને ઈમાનદાર છબી ધરાવતા ઉમેદવારોની પેનલ ઉતારવામાં આવનાર હોઈ ચોક્કસ પણે હુકમનો એક્કો સાબિત થશે. જો કે, ભાણવડ નગરપાલિકાની ચુંટણીઓનો આજ સુધીનો ઈતિહાસ જોવામાં આવે તો શહેરના તમામ વોર્ડમાં એવા નિર્ણાયક અને બાજી પલ્ટી નાખનારા ચોક્કસ મતો છે જ્યાં ઉમેદવાર, પક્ષ કે સિમ્બોલ નહી પણ માત્રને માત્ર રૂપિયા કે અન્ય પ્રલોભનો જ ચાલે છે અને આવા તમામ વિસ્તારોમાં ભાજપની જ પક્કડ રહેતી આવી છે. હવે આ વખતે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટી આ વિસ્તારોમાં ભાજપની પક્કડ ઢીલી કરી શકે છે કે કેમ, અને જો આમ કરવામાં આમ આદમી પાર્ટી સફળ રહી તો સંભવ છે કે ભાણવડ નગર પાલિકા પણ કબ્જે કરી શકે…!! ઉપરાંત જો કબ્જો ન મેળવી શકે તો પણ જીતનાર પક્ષને સાર્વત્રિક જીત સંભવ નથી, તેવા સંજોગો માં સબળ વિરોધપક્ષ કોંગ્રેસ ન હોતા આમ આદમી પાર્ટી ચોક્કસ હશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.