રાજોરીમાં સેનાના ગોળીબારમાં બે નાગરિકોના મોત
જમ્મુ ડિવિઝનના રાજોરી જિલ્લામાં બે સ્થાનિક નાગરિકોના મોતના સમાચાર છે. આર્મી કેમ્પની નજીક શંકાસ્પદ ગતિવિધિ જોતા સૈનિકોએ ગોળીબાર કર્યો, જેમાં બે લોકોના મોત થયા. જ્યારે એકને ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને સ્થાનિક નાગરિક છે. જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. લોકોએ હાઇવે બ્લોક કરીને સેનાનો વિરોધ શરૂ કર્યો છે.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શુક્રવારે સવારે આર્મી સંત્રીએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો જેઓ સેનામાં કુલી તરીકે કામ કરતા હતા. સવારે લગભગ 6.15 વાગ્યે, તે આર્મી કેમ્પના આલ્ફા ગેટ પાસે આવી રહ્યા હતા, તે દરમિયાન તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, શાલિન્દર કુમાર અને કમલ કિશોર, બંને રાજૌરીના રહેવાસીઓ ગોળીબારમાં માર્યા ગયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે અને રોષે ભરાયેલા લોકોએ આર્મી કેમ્પ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ હાઇવે બ્લોક કરી દીધો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button