સુરતના તબીબ સાથે દુબઈ ફરવા જવાના નામે લાખોની ઠગાઈ આરોપીની ધરપકડ
સુરતના મોરાભાગળ ડોક્ટર અને તેમના ગ્રુપના 33 ટુરિસ્ટના દુબઈના વિઝા, એર ટીકીટ સહીતના ખર્ચ પેટે 19.32 લાખ રૂપિયા લીધા બાદ દુબઈના ટુર ઓપરેટરને માત્ર 1 લાખ ચૂકવી બાકીનું 12.12 લાખનું પેમેન્ટ નહી ચૂકવી ઠગાઈ કરનાર વેડરોડના ટુર એજન્ટ વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
સુરતના મોરાભાગળ ખાતે રહેતા સંજયભાઈ અમૃતભાઈ પટેલ વ્યવસાયે ડોક્ટર છે. દિવાળીના સમયમાં તેઓ પરિવાર અને સાથી તબીબો મિત્રો સાથે દુબઈ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી તેઓએ મોટીવેડ ખાતે રહેતા ટુર ઓપરેટર હર્ષદભાઈ ખુશાલભાઈ પટેલને વાત કરી હતી. હર્ષદભાઈ એ વિઝા, ટ્રાવેલ ઇન્સોયરન્સ, મુંબઈથી દુબઈ સુધીની ફ્લાઈટ ટિકિટ, ખાવા પીવા અને રહેવાનો ખર્ચો તેમજ દુબઈમાં લોકલ એરિયામાં ફરવાનો ખર્ચો મળી વ્યક્તિ દીઢ 61 હજાર રૂપિયા કહ્યા હતા. જેથી તબીબે 33 લોકોના 19.32 લાખ રૂપિયા આપી દીધા હતા.
હર્ષદે 25 ઓક્ટોબરથી 23 ડીસેમ્બર 2022 સુધીના દુબઈના વિઝા કન્ફર્મ કરાવવાની સાથે દુબઈની એર ટિકિટ પણ આપી હતી. ડો સંજય અને તેઓના ગ્રુપના 33 લોકો દુબઈ પહોચ્યા ત્યારે હર્ષદભાઈના જણાવ્યા મુજબ ટુરીઝમના અરવિંદ કે ટીટાએ તેઓને એરપોર્ટ પર રીસીવ કર્યા હતા. પરંતુ રીસીવી કરનાર એજન્ટે કહ્યું કે મારે હર્ષદ ભાઈ પાસે 12.12 લાખ રૂપિયા ટુર પેટે લેવાના છે. જેમાં મને માત્ર 1 લાખ જ મળ્યા છે.
બાકીના રૂપિયા મળે નહી ત્યાં સુધી હું તમને દુબઈ ફરાવી શકીશ નહી. જેથી ડોક્ટર દ્વારા તાત્કાલિક તેઓની સુરત ખાતે બ્રાંચમાં તેના માણસ હસ્તક 10.80 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને દુબઈમાં રોકડા રૂપિયા 32 હજાર ચૂકવ્યા હતા. બાદમાં દુબઈથી ફરી આવીને સુરતના ટુર ઓપરેટર હર્ષદભાઈ ખુશાલ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી હતી. જેમાં રાંદેર પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button