ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ભેટ સોગાદને બદલે નોટબુક જ સ્વીકારે છે,

ગુજરાતમાં ભાજપની 156 વિધાનસભાની સીટ પર વિજય થયો છે. મંત્રી મંડળની રચન પણ થઈ ગઈ. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તેમના મત વિસ્તારમાં સ્વાગત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લોકો ભેટ સોગાદ લઈને ધારાસભ્યની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના એક એવા ધારાસભ્ય છે જેમને એવો નિર્ણય કર્યો કે જેનાથી જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણમાં મદદ થઈ શકે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ભેટ સોગાદને બદલે નોટબુક જ સ્વીકારે છે. તેમણે અત્યારસુધીમાં ભેટમાં આવેલી 5 હજાર નોટબુક ગરીબ બાળકોમાં વિતરણ કરી છે.

ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળી આ વખતે ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા છે. પ્રવીણ મળીએ નિર્ણય લીધો છે કે, તેમની મુલાકાત અથવા શુભેચ્છા આપવા આવનાર લોકો મોંઘી ભેટ સોગાદ કે ફૂલ લઈને ના આવે. જો લોકોએ શુભેચ્છકોએ ભેટ આપવી હોય તો નોટબુક અથવા ટેશનરીની વસ્તુ આપવી. હવે ડીસાના ધારાસભ્યને શુભેચ્છા પાઠવવા જનાર લોકો તેમને ભેટમાં નોટ બુક કે ટેશનરીની વસ્તુઓ આપે છે. ધારાસભ્ય પ્રવીણ માળી આ બધી વસ્તુઓ ડીસાના ગરીબ બાળકોમાં વિતરણ કરીને તેમને મદદરૂપ થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 5000 જેટલા નોટબુક તેમને ભેટ સ્વરૂઓ મળ્યા છે જે ગરીબ બાળકોમાં વિતરણ કરવામાં આવ્યા છે.

પ્રવીણ માળી પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાને સ્થાને તેમને ટીકીટ આપી હતી. પ્રવીણ માળી ડીસા વિધાનસભા સીટ પરથી 42 હજાર જેટલા માટેની લીડથી વિજેતા બન્યા હતા. તેમને પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીવાભાઈ રબારીના પુત્રને હરાવ્યા હતા. પ્રવીણ માળી ડીસા ભાજપ સંગઠનમાં સક્રિય રીતે કામગીરી કરી હતી. જેને જોતા ભાજપે 2022માં તેમના પર વિશ્વાસ મૂકીને ટિકિટની ફાળવણી કરી હતી. જો કે, પ્રવીણ માળીએ ન તો સેંસ પ્રક્રિયામાં ભાગ લીધો ન તો ટિકિટની માંગણી કરી હતી તેમ છતાં ભાજપે તેમને ટીકીટ આપી હતી.

આ અગાઉ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પણ જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવા માટે ભેટ સોગાદમાં અન્ય વસ્તુઓને બદલે નોટબુક અને સ્ટેશનરી સ્વીકારનું પસંદ કર્યું હતું. હવે ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે એજ રીત અપનાવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.