ગાંધીનગર LCBએ દેશી દારુ સહિત રૂ. 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 2 ઝડપાયા, 3 ફરાર
પ્રાંતિજથી અમદાવાદમાં દેશી દારૂની હેરાફેરી કરતા 2 વાહનોને ગાંધીનગર LCB પોલીસે ઝડપી પાડ્યો છે. આ ગુનામાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર LCBને બાતમી મળી હતી કે, અમદાવાદના ઠક્કરબાપનગર વિસ્તારમાં આવેલી કેવડાની ચાલીમાં રહેતા બુટલેગર રઘુનાથસિંહ રાઠોડે પ્રાંતિજના મવાણી મુવાડીના સજ્જનસિંહ ઝાલા પાસેથી વેચાણ માટે દેશી દારૂ મંગાવ્યો છે. જેને લેવા માટે રઘુનાથે પોતાના સાગરિત રાહુલ લાલુરામ મીણા અને શનિભાઈને માવાની મુવાડી મોકલ્યા હતા. આ બન્ને અલગ-અલગ વાહનોમાં દેશી દારુ ભરીને અમદાવાદ આવી રહ્યાં છે.
આ બાતમીના આધારે ગાંધીનગર પોલીસે ચંદ્રાલા બ્રિજ નીચે વાહનોનો ચેકિંગ હાથ ધર્યું હતુ. આ દરમિયાન ટોયાટા કારમાંથી 850 લીટર દેશી દારુ (જેની અંદાજિત કિંમત 17000) તેમજ રિટ્ઝ કારમાંથી 510 લીટર દેશી દારુ ( અંદાજિત કિંમત 10,200) ઉપરાંત બે વાહનો મળીને કુલ 2,87,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
હાલ તો પોલીસે આ ગુનામાં ઠક્કરબાપાનગરમાં રહેતા રાહુલ મીણા અને સત્યપાલસિંહ તોમરની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય બુટલેગર રઘુનાથસિંહ રાઠોડ, શનિભાઈ અને લાલો ઉર્ફે સજ્જનસિંહ ઝાલા ફરાર છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button