મુખ્યમંત્રીનું અમદાવાદ પોલીસને સૂચન- ‘શ્રમિક-મજદૂરોને ખોટી પરેશાની ના થાય તેવી વ્યવસ્થા ઉભી કરો
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં અમદાવાદ શહેર પોલીસના અધિક કમિશનરો, સંયુકત પોલીસ કમિશનરો તેમજ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ વિવિધ પોલીસ ઝોનના નાયબ કમિશનરોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. જેમાં મુખ્યમંત્રીએ સમાજના નાનામાં વ્યક્તિ સહિત શ્રમિક-મજદૂરોને ખોટી પરેશાની કે રંજાડ ના થાય, તેવી સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવાનું સૂચન કર્યું છે.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતિ રહે તથા નાગરિકોને પુરતી સુરક્ષા-સલામતીનો અહેસાસ થાય તેવી ફરજનિષ્ઠા માટે પોલીસ અધિકારીઓની ‘ટીમ અમદાવાદ પોલીસ’ને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મુખ્યમંત્રીને હાલ શહેરમાં યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ સંદર્ભમાં ત્યાં આવનારા લોકોને પોલીસ સંબંધી જરૂરિયાતના સમયે મદદ માટેની હેલ્પ ડેસ્ક સહિતની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓની જાણકારી આપી હતી
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button