વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં એલોન મુસ્ક બીજા સ્થાને ધકેલાયા
લુઈસ વિટનના બોસ બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. જ્યારે Elon Musk હવે બીજા સ્થાને ધકેલાઇ ગયા છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ફોર્બ્સ રીયલ ટાઈમ અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં બીજા ક્રમે આવ્યા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સની લિસ્ટ પ્રમાણે, મસ્કની નેટવર્થ $164 બિલિયન (13.55 લાખ કરોડ) છે, જેની સરખામણીમાં આર્નોલ્ટની નેટવર્થ $171 બિલિયન (14.12 લાખ કરોડ) છે. ભારતના સૌથી દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી $125 બિલિયન (10.32 લાખ કરોડ) સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

Elon Musk બીજા સ્થાને ધકેલાયા
મંગળવારે ટેસ્લાના શેરમાં થયેલા ઘટાડાના કરણે મસ્ક બીજા સ્થાને આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. બ્લૂમબર્ગેના અહેવાલ પ્રમાણે, EV નિર્માતા Teslaનો શેર ન્યૂયોર્કમાં 6.5 ટકા ઘટીને $156.91 થયો હતો, જેના કારણે તેનું માર્કેટ કેપ $500 બિલિયનથી નીચે ગયું હતું. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરમાં ભારે રોકાણ કર્યું છે. આ માટે તેણે 44 અબજ ડોલર ચૂકવ્યા છે. તેણે માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરમાં ઘણા ફેરફારો કર્યા છે. તેઓએ ટ્રી ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન સેવા સહિત અનેક નવી સુવિધાઓ રજૂ કરી છે.
બર્નાર્ડ આર્નોલ્ટ પ્રથમ સ્થાને પહોંચ્યા
મસ્કે સોમવારે ટેસ્લાના રૂ. 700 કરોડથી વધુના શેર ગુમાવી દીધા હતા. ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટે મસ્કને પછાડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. મસ્કને ટેસ્લાના શેરમાં લગભગ 7.4 બિલિયન (લગભગ 700 કરોડ રૂપિયા)નું નુકસાન થયું અને તેની સાથે LVMHના CEO બર્નાર્ડ આર્નોલ્ટે અબજોપતિઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

જાણો કોણ છે બર્નાર્ડ આર્નોલ્ટ
બર્નાર્ડ આર્નોલ્ટ ફ્રેન્ચ ઉદ્યોગપતિ અને LVMH Moët Hennessyના ચેરમેન અને લુઈસ વીટન ગ્રુપના CEO અબજોપતિઓની યાદીમાં ટોચ પર પહોંચ્યા છે. બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમનો પરિવાર ક્રિશ્ચિયન ડાયો, ફેન્ડી, ગિવેન્ચી, માર્ક જેકોબ્સ, સ્ટેલા મેકકાર્ટની, લોવે, લોરો પિયાના, કેન્ઝો, સેલિન, સેફોરા, પ્રિન્સેસ યાટ્સ, TAG હ્યુઅર, બલ્ગારી અને ટિફની એન્ડ કંપની સહિત લગભગ 70 કંપનીઓના માલિક છે. તાજેતરના સમયમાં, તેમની નેટવર્થ $188.6 બિલિયન વધી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button