મેસ્સીની નિવૃત્તિની જાહેરાત, વર્લ્ડ કપ ફાઇનલ છેલ્લી મેચ હશે

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)ની સેમીફાઈનલમાં ક્રોએશિયા સામે જીત મેળવનાર આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી (Lionel Messi)એ નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીએ કહ્યું કે, ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ હશે.

મેસ્સીએ આર્જેન્ટિનાના મીડિયા આઉટલેટ ડાયરિયો ડિપોર્ટિવો ઓલેને જણાવ્યું હતું કે, “હું અહીંયા સુધી પહોંચીને ખૂબ જ ખુશ છું, ફાઇનલમાં મારી છેલ્લી મેચ રમીને મારી વર્લ્ડ કપ સફરનો અંત કરવા જઇ રહ્યો છું.” આવતા વર્લ્ડ કપને હમણાં ઘણા વર્ષો છે અને મને નથી લાગતું કે હું તે કરી શકીશ. અને આ રીતે સફર સમાપ્ત કરવો શ્રેષ્ઠ છે.”

35 વર્ષીય મેસ્સીનો આ 5મો વર્લ્ડ કપ છે અને આ મામલામાં તેણે પોતાના દેશના જ ડિએગો મેરાડોના અને જેવિયર માસ્ચેરાનોના ચાર વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ તોડી દીધો છે.

ક્રોએશિયા સામેની પ્રથમ સેમિફાઇનલ મેચમાં તેણે પેનલ્ટીને કન્વર્ટ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. વર્લ્ડ કપમાં આ તેનો 5મો ગોલ હતો અને હવે તેણે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ ફટકારવાના મામલે ફ્રાન્સના કાયલિયાન એમબાપ્પેની બરાબરી કરી લીધી છે. એકંદરે આ વર્લ્ડ કપમાં તેનો 11મો ગોલ હતો અને આ મામલે તેણે ગેબ્રિયલ બતિસ્તુતાની બરાબરી કરી લીધી છે.

આર્જેન્ટિનાએ છઠ્ઠી વખત વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં જગ્યા બનાવી છે. ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાનારી સેમિફાઇનલ મેચના વિજેતા સાથે થશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.