અંધશ્રદ્ધાના નામે 5 ભૂવાઓએ લાખોનું કરી નાખ્યું
ધાનેરા ગામમાં અંધશ્રદ્ધાના નામે લાખો રુપિયાના લૂંટની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. 5 ભૂવાઓએ ભેગા થઈને પરિવારના દુ:ખ દૂર કરવા માટે ભોળવી લઈ 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની પાટો લીધી હતી. પરિવારને મોડેથી છેતરામણી થયાની જાણ થતા ધાનેરા પોલીસ મથકે વીડિયો આપીને ફરીયાદ નોંધાવી છે.
5 ભૂવાઓએ ભેગા મળી પરિવારને લૂટ્યો
ભૂવાઓએ પરિવારના 2 ભાઈઓને કહ્યું હતું કે 82 વર્ષ પહેલા તમારા ઘરે કોઈએ માતા મૂકી છે જેના માટે તમારે ચેહર માતાની બાધા માનવી પડશે. તમે આમ કરશો તો તમારા દુ:ખો દૂર થવા લાગશે. તેવું કહીને 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની પાટો માંગી હતી અને પરિવારે આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો પણ ઉતાર્યો હતો.
છેતરાવાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ
પરિવારને મોડા-મોડા છેતરાવાની જાણ થઈ, જેથી બંને ભાઈઓએ ઘટનાનો સમગ્ર વીડિયો પોલીસને બતાવી 5 ભૂવાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button