Jammu Kashmirમાં મોટું ષડયંત્ર નિષ્ફળ, ત્રણ કિલો IED મળ્યું; ઓપરેશન બે કલાક ચાલ્યું
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ ઈમ્પ્રોવાઇઝડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) શોધી કાઢ્યું છે. મળતી માહિતી મુજબ ઉત્તર કાશ્મીરના તુલીબલ બારામુલ્લામાં આતંકીઓ દ્વારા IED પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેને નિષ્ક્રિય કરી નાખ્યો છે.
બારામુલ્લામાં મોટું ષડયંત્ર નિષ્ફળ
ભારતીય સેનાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના તુલીબલ વિસ્તારમાં આજે સવારે 2-3 કિલો વજનનું વિસ્ફોટક ઉપકરણ મળી આવ્યું છે. શંકાસ્પદ IED ખોદકામ કરાયેલા વિસ્તારમાં છુપાવવામાં આવ્યો હતો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા બ્લાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને IEDને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. અંદાજે બે કલાકમાં સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત થઈ ગયો હતો.
માહિતી મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી
સમાચાર એજન્સી ANI અનુસાર, ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના તુલીબલ વિસ્તારમાં સુરક્ષા દળોને શંકાસ્પદ IEDની માહિતી મળી હતી, જેના પગલે સોપોર પોલીસ, 52RR અને CRPFના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લગભગ બે કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ IEDને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.
અધિકારીએ શું કહ્યું
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં રોપવામાં આવેલ રોડસાઇડ વિસ્ફોટક ઉપકરણ (IED) મળી આવ્યું હતું. સુરક્ષા દળોની એક ટીમે સોપોરના તુલીબલમાં સવારે આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ આઈઈડી શોધી કાઢ્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button