છોકરીને પ્રેમજાળમાં ફસાવી, યુવતી ઘરેથી ચોરી કરી ભાગી જતા બંને બરેલીથી ઝડપાયા

યુવાન યુવક- યુવતીઓ માટે એક ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાં રહેતી એક યુવતીને બરેલીમાં રહેતો રાહત અહેમદ નામનો શખ્સ પોતાને દુબઈમાં મોટા-મોટા ધંધા છે અને પોતે ખૂબ જ અમીર છે તેવા ઢોંગ કરીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતી પણ તેની વાતોમાં આવીને પોતાના માતા-પિતાને ભોજનમાં ઉંઘની ગોળીઓ આપીને ઘરમાંથી દરેક કિંમતી સામાન લઈને ભાગી ગઈ હતી. પોલીસને ઘટનાની જાણ થતા UPના બરેલીમાંથી બંનેને ઝડપી પાડ્યા હતાં.

સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યાં
પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે 2017-18ની સાલમાં ઈન્સ્ટાગ્રામ મારફતે યુવતી રાહત અહેમદના સંપર્કમાં આવી હતી અને પોતે દુબઈમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરે છે અને પિતાને પણ દુબઈમાં મોટો બિઝનેસ છે તેવા જુઢ્ઢાણા ચલાવ્યા હતાં, એટલેથી ના અટકતા પોતાની પાસે વૈભવી કાર જેવી કે BMW, ઔડી છે તેવું પણ કહ્યું હતું.

આરોપીએ સતત યુવતીને ખોટુ કહેતો રહ્યો
રાહત અહેમદે યુવતીને પોતાની પાસે બરેલીમાં બોલાવવાની કવાયત હાથ ધરી હતી. તેણે યુવતીને કહ્યું હતું કે દુબઈની તમામ પ્રોપર્ટી અમે વેચીને હવે બરેલીમાં શિફ્ટ થયા છે. યુવતીને આ દરેક હકિકત લાગતું હતું.

કુરિયર મારફતે ઉંઘની દવા મોકલાવી
આરોપી રાહત અહેમદે યુવતીને ઘરેથી ભાગી જવા માટે પણ પ્રોપર પ્લાનિંગ કર્યું હતું. તેણે બરેલીથી ઉંઘની દવાઓ જૂનાગઢ મોકલી હતી. આ દવાને જમવામાં ભેળવીને યુવતીએ માતા-પિતાને સૂવાડી ઘરની મોબાઈલ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડોક્યૂમેન્ટ્સ લઈને ફરાર થઈ ગઈ હતી. જૂનાગઢ પોલીસે તેમને બરેલીની કોઈ હોટલમાંથી ઝડપી પાડ્યાં હતાં.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.