ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં બળવંતસિંહ રાજપૂત બન્યા મંત્રી,
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને સતત સાતમી વખત સરકાર બનાવી છે. 1990માં ભાગીદારીની સરકાર બનાવ્યા બાદ 1995થી ગુજરાતમાં ભાજપની સ્વતંત્ર સરકાર છે.2022માં જ્વલંત વિજય મળ્યા બાદ આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સાથે જ બળવંતસિંહ રાજપૂતે પણ મંત્રી પદના શપથ લીધા છે. ત્યારે આજે બળવંતસિંહ રાજપૂતના એજ્યુકેશનથી લઇને કુલ સંપત્તિ સહિતની વિગતો અહીં આપવામાં આવી છે.
એજ્યુકશન અને ઉમરની વિગત
ગુજરાતના નવા મંત્રી મંડળમાં સ્થાન પામનાર બળવંતસિંહ રાજપૂતની ઉંમર 61 વર્ષ છે. તેમના એજ્યુકેશનની વાત કરવામાં આવે તો તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે.
કુલ સંપત્તિ
આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો નવી સરકારમાં આજે શપથ લેનારા તમામ મંત્રીઓમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત છે.સિદ્ધપુર બેઠક પરથી વિજેતા થયેલા બળવંતસિંહ રાજપૂતની કુલ સંપત્તિ 372 કરોડ છે. જેમાંથી 106 કરોડ સ્થાવર મિલકત અને મુવેબલ મિલકત 266 કરોડ છે. તેમની કુલ લાયબિલિટીઝ 12 કરોડ છે. ક્રિમિનલ કેસની વાત કરવામાં આવે તો તેમના પર એક પર કેસ નોંધાયેલો નથી.
શું છે 2022ની સ્થિતિ
2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો બળવંતસિંહ રાજપૂતે પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જેમાં 91187 મત મળ્યા હતા. તેમના નજીક પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ચંદનજી ઠાકોર હતા. જેમને 88373 મત મળ્યા હતા.
સિદ્ધપુર બેઠકની રસપ્રદ વિગત
સિદ્ધપુર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 19મા નંબરની બેઠક છે. આ બેઠક પાટણ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પાટણ છે. આ બેઠકમાં સિદ્ધપુર તાલુકો અને પાટણ તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે આવેલું સ્થળ છે અને માતૃપક્ષના શ્રાદ્ધની વિધિ માટે પ્રખ્યાત છે. સિદ્ધપુરની વ્હોરાવાડ બેનમૂન સ્થાપત્યવાળા મકાનો ધરાવે છે. ભારતના ચાર પવિત્ર સરોવરમાનું એક બિંદુ સરોવર આ નગરમાં આવેલું છે. સુતરાઉ કાપડના કારખાના, તેલની મિલો અને ઇજનેરી ઉદ્યોગને લગતા નાના એકમો અહીં આવેલા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button