અશ્નીર ગ્રોવર સામે ૮૮ કરોડ ખાઈ જવાની ફરિયાદ
સોની ટીવી પરના શાર્ક ટેંક ઈન્ડિયા કાર્યક્રમના કારણે જાણીતા બનેલા અશ્નીર ગ્રોવર ફરી વિવાદમાં છે. ગ્રોવર અને તેમનાં પત્ની માધુરી જૈન તથા પરિવારજનો સામે ભારતપે કંપનીએ ૮૮ કરોડ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. માધુરી જૈન ભારતપે કંપનીમાં પહેલાં હેડ ઓફ કંટ્રોલ્સ હતાં. કંપનીએ તેમની સામે આઈપીસીની કલમ ૪૨૦ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
કંપનીનો આરોપ છે કે, અશ્નીર અને માધુરીએ ખોટાં બિલ, કંપનીની સર્વિસનાં ખોટાં વાઉચર તથા નકલી વેન્જર્સ લિસ્ટિંગ કરીને ૮૮ કરોડનો ચૂનો લગાડી દીધો હતો. આ આરોપના કારણે અશ્નીર અને માધુરીએ ભારતપે કંપની છોડવી પડી હતી. કંપનીએ આંતરિક તપાસ કરાવતાં આ આક્ષેપો સાચા લાગતાં છેવટે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કેટી ૨૯ વર્ષની ઉમંરે બની ગઈ કરોડપતિ
સોશિયલ મીડિયા પર અત્યારે ફાયનાન્સિયલ એક્સપર્ટ કેટી ટી છવાયેલી છે. રોકાણ અને બચતની કેટલીક ટિપ્સ અપનાવીને કેટી માત્ર ૨૯ વર્ષની ઉંમરમાં જ કરોડપતિ બની ગઈ છે. કેટી પાસે ૭ કરોડ ડોલરની સંપત્તિ છે. હવે તે આરામથી જિંદગી વિતાવી શકાય એ માટે નિવૃત્તિનું પ્લાનિંગ કરી રહી છે. અમેરિકાના લોસ એન્જેલિસમાં રહેતી કેટી ટીની ટીપ્સ માટે પડાપડી થઈ રહી છે.
કેટીએ યુવાઓને બચત અને રોકાણની ટિપ્સ આપી રહી છે. કેટીનું કહેવુ છે કે, પોતાના ખર્ચા ઘટાડીને ભારે બચત કરી શકાય. મેં જીમ, સલૂન અને આઈલેશેઝ જેવા ખર્ચા બંધ કરીને રોકાણ કર્યું તેનો ફાયદો મળ્યો. સાથે સાથે વધારે કમાણી કઈ રીતે કરી શકાય એ વિશે પણ વિચારવું જોઈએ.
સ્વિત્ઝરલેન્ડમાં ઈલેક્ટ્રિક કાર પર પ્રતિબંધ
સમગ્ર વિશ્વ ઇલેક્ટ્રિક કારને અપનાવી રહ્યું છે ત્યારે સ્વિત્ઝરલેન્ડે ઈલેક્ટ્રિક કાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. સ્વિત્ઝરલેન્ડમાં વીજળીની અછતના કારણે આ નિર્ણય લેવો પડયો છે. અલબત્ત આ પ્રતિબંધ કાયમી નથી પણ શિયાળા પૂરતો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સ્વિત્ઝરલેન્ડમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અત્યારે પોતાની જરૂરિયાત માટે ફ્રાન્સ અને જર્મનીથી વીજળી લેવાય છે.
યુરોપમાં અત્યારે દરેક દેશ વીજ પુરવઠો ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. યુરોપમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે તેથી લોકો માટે હીટર ચલાવવાં જરૂરી છે. હીટર્સને વીજળી મળ્યા કરે એ માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ સીમિત કરી દેવામાં આવ્યો છે. જો કે ઈમર્જન્સીમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો.
મસ્ક દોઢ કરોડ ટ્વિટર એકાઉન્ટ ડીલીટ કરશે
એલન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યા પછી એક પછી એક ચોંકાવનારાં પગલાં લીધાં છે. આ પરંપરાને આગળ ધપાવીને મસ્કે એલાન કર્યું છે કે, કંપની ટૂંક સમયમાં ૧૫૦ કરોડ ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દેશે. આ પ્રક્રિયા હેઠળ એવાં એકાઉન્ટ્સ ડિલીટ કરવામાં આવશે કે જેમાંથી કોઈ ટ્વીટ કરવામાં આવી ન હોય કે વર્ષોથી લોગ ઈન ન કરાયું હોય.
મસ્કે આ પ્રક્રિયા ક્યારથી શરૂ થશે તેનો ફોડ પાડયો નથી એ જોતાં તમારું ટ્વિટર એકાઉન્ટ પણ નિષ્ક્રિય હોય તો તરત લોગ ઈન થઈ જશો તો એકાઉન્ટ બચી જશે. મસ્કને ટ્વિટર લીધા પહેલાં ટ્વિટર પરનાં ડમી એકાઉન્ટ સામે પણ વાંધો હતો. જો કે હવે મસ્ક આ મુદ્દે ચૂપ છે.
ધીરુભાઈના જન્મદિને મુકેશ નવી કંપની ખરીદશે
ધીરુભાઈ અંબાણીનો ૨૮ ડિસેમ્બરે જન્મદિવસ છે. મુકેશ અંબાણી રીલાયન્સના ખાતામાં નવી કંપની ઉમેરીને પિતાનો જન્મદિવસ ઉજવવાના છે. મુકેશ અંબાણી મેટ્રો કેશ એન્ડ કેરી બ્રાન્ડને ટેકઓવર કરશે. અંબાણીએ આ કંપની રૂપિયા ૪,૦૬૦ કરોડમાં ખરીદી હોવાના અહેવાલ છે. મેટ્રો એજી કેશ એન્ડ કેરી મૂળ જર્મન રીટેઈલર બ્રાન્ડ છે પણ ભારતમાં પણ તેના ૩૧ સ્ટોર્સ આવેલા છે. મુકેશ અંબાણી જીયો માર્ટ દ્વારા રીટેઈલ બિઝનેસમાં છે જ પણ હવે વધુ એક કંપની ખરીદીને પોતાની તાકાત વધારશે.
અંબાણી મેટ્રો કેશ એન્ડ કેરી ખરીદીને રાધાકિશન દામાણીની રિટેલ ચેઇન ડીમાર્ટ અને હાઇપરમાર્કેટને ટક્કર આપશે. મેટ્રોની ખરીદી દ્વારા રીલાયન્સ રિટેલ બીટુબી સેગમેન્ટમાં પોતાની તાકાત વધારી શકશે.
માઇક્રોસોફ્ટ એક લાખ લોકોને ટ્રેઇન કરશે
ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટ ભારતમાં ઓક લાખ સોફ્ટવેર ડેલવોપર્સ ટ્રેઇન કરશે. ફ્યૂચર રેડી ચેમ્પીયન ઓફ કોડ ટાઇટલ હેઠળની આ તૈયારી છે. એમ મહિના સુધી ચાલનારા આ પ્રોગ્રામને એેચસીએલટેક, ઇન્ફોસિસ, ઓયે, પેયુ જેવી અનેક કંપનીઓનો ટેેકો મળેલો છે.આ પ્રોગ્રામમાં ઓનલાઇન સવલતો આપવામાં આવશે. આ પ્રોગ્રામના કારણે ભારતના ડેવલોપર્સ અને ઇન્ટરનેટ પર કંઇક નવું કરવા માંગતા લોકોને નવા આઇડયા મળી શકશે. ઇન્ટરનેટ પરના મોટીવેશન સાથે તેને સરખાવી શકાય.
ચીનના ૮૧ લોકોને દેશ છોડવા નોટિસ
ચીનના ૮૧ જેટલા નાગરિકોને ભારત છોડવાની નોટીસ અપાઇ છે. તેમજ અન્ય દેશોના ૧૧૭ જેટલા લોકોને પણ નોટીસ અપાઇ છે. આ લોકો વિઝા ભંગ હેઠળ સાણસામાં આવ્યા છે. ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન નોટિસો અપાઇ હતી. ૭૨૬ જેટલી ચીનના નાગરિકોની યાદી બનાવી છે જેમની સામે ગેરકાયદે પ્રવૃત્તિ અંગે નોટિસ અપાઇ છે.સરકાર વિદેશથી આવતા લોકોનો રેકોર્ડ રાખે છે, આ રોકોર્ડનો આધાર લઇને જેમના વિઝા પુરા થયા હોય તેમના દેશમાં પરત જવા આદેશ અપાય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button