યુએસ- કેનેડાની પાઈપલાઈન ખોટકાઈ છતાં ક્રૂડના ભાવ તૂટયા.
મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે ભાવમાં મજબુતાઈ ચાલુ રહી હતી. વિશ્વબજારમાં ચાંદીના ભાવ વધુ ઉછળ્યાના નિર્દેશો હતા. જોકે વૈશ્વિક સોનાના ભાવ વધ્યા મથાળે નરમ રહ્યા હતા.
અમેરિકામાં પ્રોડયુસર્સ પ્રાઈઝનો ઈન્ડેક્સ ઓક્ટોબરની સામે નવેમ્બરમાં ૦.૩૦ ટકા વધ્યો છે તથા વાર્ષિક ધોરણે તેમાં ૭.૪૦ ટકાની વૃધ્ધિ થઈ છે. ત્યાં ફુગાવો ઉંચો રહેતાં આવતા સપ્તાહમાં થનારી વ્યાજ વૃધ્ધિ ફરી આક્રમક બની શકે એવો અંદાજ રહેતો થતાં વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાયાના નિર્દેશો હતા.
આના પગલે મુંબઈ કરન્સી બજારમાં આજે બંધબજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૨.૨૭ વાળા વધી રૂ.૮૨.૪૭ આસપાસ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક ડોલરની મજબુતાઈ વચ્ચે વૈશ્વિક સોનામાં ઉંચે ફંડોનું સેલીંગ રહ્યું હતું. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૦૦થી ૧૮૦૧ ડોલરવાળા ઘટી ૧૭૮૮ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૧૭૯૭થી ૧૭૯૮ ડોલર રહ્યા હતા.
જોકે વૈશ્વિક ચાંદીના ભાવમાં તેજી ચાલુ રહેતાં ચાંદીના ભાવ ઔંશના ૨૩.૧૪થી ૨૩.૧૫ વાળા વધી ૨૩.૬૮ થઈ ૨૩.૪૭થી ૨૩.૪૮ ડોલર છેલ્લે બોલાઈ રહ્યા હતા. ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૫૦૦ વધી રૂ.૬૫૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૫૩૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૩૫૦૦ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૭૨.૦૦ ડોલરવાળા નીચામાં ૭૦.૦૮ થઈ છેલ્લે ૭૧.૦૨ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૬.૪૪ વાળા નીચામાં ૭૫.૧૧ થઈ છેલ્લે ૭૬.૧૦ ડોલર રહ્યા હતા.
અમેરિકા અને કેનેડા વચ્ચે ક્રૂડતેલનું વહન કરતી મોટી પાઈપલાઈન ખોટકાઈ પડયાના સમાચાર છતાં વિશ્વબજારમાં ક્રૂડના ભાવ નવી માગના અભાવે નરમ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં બંધ બજારે આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૬૧૩૧ વાળા રૂ.૬૬૭૫૦ બોલાઈ રહ્યા હતા.
મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૩૮૭૫ તથા ૯૯.૯૦ના રૂ.૫૪૦૭૫ બોલાઈ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. અમેરિકામાં હવે ટૂંકમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજ દરમાં કેટલી વૃધ્ધિ કરાય છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button