ભોરાસર શાળાના વિદ્યાર્થીઓએ,વાલીઓએ જૂનાગઢ શિખરોનું ટ્રેકિંગ કર્યું, શિક્ષકગણ પણ સામેલ
ભોરાસર સીમ શાળાના વિધાર્થીઓએ જૂનાગઢના ગિરનાર પર આવેલ ગુજરાતના સૌથી ઊંચા પર્વત પરના શિખર પર પ્રવાસ કરી ટ્રેકિંગ કર્યું.
દર વર્ષે મોટા ભાગે શિયાળામાં શાળાઓ મારફત વિદ્યાર્થીઓના સહ અભ્યાસિક પ્રવૃતિઓના ભાગ રૂપે વિદ્યાર્થીઓનો પ્રવાસ યોજવામાં આવતો હોય છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવ તા. ૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોજ શનિવાર, રવિવાર રજાના દિવસે, અનેરી રીતે વિદ્યાર્થીઓમાં સાહસિક વિકાસ થાય, પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તેમજ પોતે પણ શારીરિક રીતે મજબૂત બને એ માટે જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત પર આવેલ અંબે માતાજીના મંદિરે, ગુજરાતના સૌથી ઊંચા પર્વત પરના શિખર, શ્રી ગુરૂ ગોરખનાથ શિખર તેમજ શ્રી ગુરૂ દતાત્રેય શિખર પર ટ્રેકિંગ કરી પ્રવાસની સાથે સાથે પર્યાવરણને પણ માણેલ છે. ટ્રોલી, ડોલી કે રોપ-વે નો ઉપયોગ કર્યા સિવાય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાથે આવનાર વાલીઓએ આ અગિયાર હજાર પગથિયાં ચડવા અને પરત ફરવા બાવીસ હાજર જેટલા પગથિયાં 7 કલાકમાં પૂરા કરી પરત ફરેલ છે. સાથે સાથે જુનાગઢમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિર, મૃગી કુંડ, દામોદર કુંડ, અશોક શિલાખેલ, વિલીન્ડન ડેમ વગેરે સ્થળે એ પ્રવાસ કરી જ્ઞાન સાથે ગમત મેળવેલ છે. પ્રવાસમાં ધોરણ ૫ થી ૮ ના ૧૯ કુમારોનો સમાવેશ કરાયેલ હતો જેમાં,
- મોકરિયા વરૂણ ધોરણ ૦૫,
- ચુંડાવદરા પાર્થ ધોરણ ૦૫,
- જોષી અર્પિત ધોરણ ૦૫,
- મોકરિયા પ્રદીપ ધોરણ ૦૫,
- જમરિયા પ્રતિક ધોરણ ૦૫,
- એરડા નૈતિક ધોરણ ૦૫,
- પરમાર દિવ્યજિત ધોરણ ૦૫,
- શિંગડીયા રવી ધોરણ ૦૬,
- મોઢવાડીયા અભ્ય ધોરણ ૦૬,
- મોકરિયા ભવ્ય ધોરણ ૦૬,
- સિદ્ધપુરા વિર ધોરણ ૦૬,
- બારડ ધવલ ધોરણ ૦૭,
- જોષી અંકિત ધોરણ ૦૭,
- ભયડીયા નિલેશ ધોરણ ૦૭,
- મોકરિયા જય ધોરણ ૦૮,
- મોકરિયા કિશન ધોરણ ૦૮,
- પરમાર રણજીત ધોરણ ૦૮,
- ગોવિંદવિરા નીતિન ધોરણ ૦૮,
- ભુવા રાજ ધોરણ ૦૮ નો સમાવેશ થયેલ હતો.
પ્રવાસમાં શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા, શિક્ષક હિરેનભાઈ મોઢા, યોગેશભાઈ માવદિયા તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ ભૂવા, વાલીઓમાં ગોપાલભાઈ ભૂવા, કાનજીભાઈ લગધીર, મહેશભાઈ જોશી, હરસુખભાઈ ભુવા વગેરે એ પણ પ્રવાસ અને ટ્રેકિંગને સફળ બનાવવા યોગદાન આપેલ છે. આ તકે શાળા વ્યવસ્થાપન સમિતિ શ્રી ભોરાસર સીમ શાળા-રાણાવાવ વતી તમામનો આભાર માનવામાં આવે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button