ચૂંટણી જીતવા વિપક્ષે ગુજરાતને બદનામ કરવામાં કોઈ કસર નહતી

ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. જેમાં ભૂપેન્દ્ર પટેલને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે ભૂપેન્દ્ર પટેલ આગામી 12 ડિસેમ્બરે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. સુરતની મજૂરા વિધાનસભા બેઠક પરથી જીતેલા ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આ અંગેની જાણકારી આપી છે.

વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જે પ્રકારે વિપક્ષે ગુજરાત અને ગુજરાતના લોકોને ચૂંટણી જીતવા માટે બદનામ કરવાની કોઈ કસર નહતી છોડી. આવી જ રીતે ગુજરાતની જનતાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ચૂંટણી સત્તા માટે નહતી, પરંતુ સબંધ અને વિશ્વાસ માટે હતી. જેમાં ભાજપનો વિજય થયો છે.

કેબિનેટમાં પોતાના સ્થાન અંગે હાર્દિક પટેલનું નિવેદન
વિરમગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાયેલ હાર્દિક પટેલે જણાવ્યું કે, એક વખત ફરીથી ભાજપે સરકાર બનાવી છે. ગુજરાત મજબૂત થશે અને આગામી 5-10 વર્ષોમાં આગળ વધશે. કેબિનેટમાં સ્થાન અંગે હાર્દિકે જણાવ્યું કે, હું નથી જાણતો. મેં શરૂઆતથી જ એક સૈનિકની ભૂમિકા ભજવી છે. પાર્ટી મને જે ભૂમિકા સોંપશે, તેને હું સ્વીકાર કરીશ.

અલ્પેશ ઠાકોરે પોતાને જીતાડવા બદલ સૌનો આભાર માન્યો
ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, હું નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલનો આભાર માનું છું. જેમણે મને ગાંધીનગર દક્ષિણની બેઠક પર ઉમેદવાર તરીકે ઉભો રાખ્યો. મને શાનદાર જીત અપાવવા બદલ હું લોકોનો પણ આભાર માનું છું. હવે લોકો વિકાસની રાજનીતિ માટે નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે.

ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ ભૂપેન્દ્ર પટેલે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે જણાવ્યું કે, આ માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેની ભલામણના આધારે કામ કરવામાં આવશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.